દે.બારીયા,
દેવગઢ બારીયાના મેન્દ્રા ગામના ખેડા ફળિયાની સવાતેર વર્ષીય સગીરાને પત્ની તરીકે રાખવા તેના જ ફળિયાનો એક યુવાન અપહરણ કરી લઈ ગયાનું જાણવા મળ્યું છે.
મેન્દ્રા ગામના ખેડા ફળિયામાં રહેતા રંગીનભાઈ ધનજીભાઈ ભાભોર નામનો યુવાન તેના જ ફળિયામાં રહેતી 13 વર્ષ 3 માસી ઉંમરની સગીરાને પત્ની તરીકે રાખવા માટે પ્રેમના પાઠ ભણાવી, પટાવી, ફોસલાવી અપહરણ કરી લઈ ગયો હતો.
આ સંબંધે અપહૃત સગીરાના પિતાએ નોંધાવેલી ફરિયાદને આધારે દે. બારીયા પોલીસે મેન્દ્રા ગામના અપહરણકર્તા રંગીતભાઈ ધનજીભાઈ ભાભોર વિરૂધ્ધ સગીરાના અપહરણનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.