દાહોદ,
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના માંડવ ગામે ગામેથી દાહોદ એલ.સી.બી. પોલીસે એક બોલેરો ફોર વ્હીલર ગાડી તથા એક મેક્ષ ફોર વ્હીલર ગાડી એમ બે વાહનોમાંથી કુલ રૂા.6,25,152ના વિદેશી દારૂના જથ્થા સાથે બંન્ને ગાડીઓ મળી કુલ રૂા. 11,75,152નુો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાંનું જ્યારે પોલીસને ચકમો આપી બંન્ને ગાડીઓમાં સવાર ત્રણ જેટલા ઈસમો નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.
ગત તા.09મી નવેમ્બરના રોજ દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે માંડવ ગામે ચોકડી ખાતે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક બોલેરો ફોર વ્હીલર ગાડી તથા એક મેક્ષ ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી હતી. જ્યારે પોલીસને દુરથી જોઈ ગાડીમાં સવાર કલસીંગભાઈ સુરસીંગભાઈ બારીયા (કોળી) (રહે. માંડવ, તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદ), મહીન્દ્ર મેક્ષ ફોર વ્હીલર ગાડીનો ચાલક અને બોલેરો ફોર વ્હીલર ગાડીનો ચાલક એમ ત્રણેય જણા પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે બંન્ને ફોર વ્હીલર ગાડીનો કબજો લઈ બંન્ને ગાડીઓની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ.6168 કિંમત રૂા.6,25,152ના વિદેશી દારૂના જથ્થા સાથે બંન્ને ફોર વ્હીલર ગાડીઓની કિંમત મળી પોલીસે કુલ રૂા.11,75,152નો મુદ્દામાલ કબજે કરી સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે આ સંબંધે ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરૂધ્ધ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.