દે.બારીયાઆના લવારીયા ગામે દારૂના અડ્ડા ઉપર રેડ કરી 93 હજાર ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

દાહોદ, દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆના લવારીયા ગામે વજીર ફળિયામાં રહેતા બુટલેગરના રહેણાંક મકાનમાં ધમધમતા વિદેશી દારૂના અડ્ડા પર સાંજના સુમારે સાગટાળા પોલીસે ઓચિંતી પ્રોહી રેડ પાડી રૂપિયા 93 હજાર ઉપરાંતની કિંમતના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કબજે લીધાનું જાણવા મળ્યું છે.

લવારીયા ગામના વજીર ફળિયામાં રહેતા બુટલેગર જસવંતસિંહ રમણભાઈ બારીયાના રહેણાંક મકાનમાં ધમધમતા વિદેશી દારૂના અડ્ડા પર વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂ-બીયરનો જથ્થો હોવાની બાતમી મળતા સાગટાળા પોલીસે ગતરોજ સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે લવારીયા ગામે વજીર ફવિયામાં રહેતા બુટલેગર જસવંતસિંહ રમમભાઈ બારીયાના રહેણાંક મકાનમાં ઓચિંતી પ્રોહી રેડ પાડી મકાન માંથી રૂા. 8640ની કુલ કિંમતની બીયર ટીનની પેટી નંગ-3 રૂા. 59,752ની કુલ કિંમતની રોયલ સ્ટેશ્યલ ફાન વ્હીસ્કીના કવાટરની પેટીઓ નંગ-12 તથા રૂપિયા 26,580ની કુલ કિંમતની રોયલ સીલેક્ટ ડીલક્સ વ્હીસ્કીના પ્લાસ્ટીકના હોલની પેટીઓ નંગ-5 મળી કુલ રૂા. 93,972ની કુલ કિંમતની વિદેશી દારૂ-બીયરની કુલ પેટીઓ નંગ-20 ઝડપી પાડી કબજે લીધી હતી. જ્યારે બુટલેગર જસવંતસિંહ બારીયા પોલીસની રેડ સમયે ઘરે હાજર ન હોવાના કારણે પોલીસ તેને પકડી શખી ન હતી.

આ સંબંધે સાગટાળા બપોલીસે બુટલેગર જસવંતસિંહ રમણભાઈ બારીયા વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.