દાહોદ, દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ પોલીસે દેવગઢ બારીઆ તાલુકાના કુવા ગામે સીમોડા ફળિયામાં એક બુટલેગરના રહેણાંક મકાનમાં ઓચિંતી પ્રોહી રેડ પાડી રૂા. 1.93 લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂ-બીયરનો જથ્થો પકડી પાડી કબજે લઈ બુટલેગરની અટક કર્યાનું જાણવા મળ્યું છે.
કુવા ગામના સીમોડા ફળિયામાં રહેતા બુટલેગર રણજીતભાઈ બાબુભાઈ પટેલ તથા ઝાળ ગામના વહાલા ફળિયામાં રહેતા વિજયભાઈ ચીમનભાઈ પટેલ એમ બંને જણાના મેળપીપણામાં વિજયભાઈ ચીમનભાઈ પટેલે એક પીકપ ડાવલામાં ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂ-બીયરનો મોટો જથ્થો ભરી લઈ આવી કુવા ગામના રણજીતભાઈ બાબુભાઈ પટેલના રહેણાંક મકાનમાં ઉતાર્યો હોવાની દે.બારીયા પોલીસને બાતમી મળી હતી. જે બાતમીના આધારે દે.બારીયા પોલીસની ટીમે કુવા ગામના સીમોડા ફળિયામાં રહેતા રણજીતભાઈ બાબુભાઈ પટેલના રહેણાંક મકાનમાં બપોરના પોણા ચાર વાગ્યાના સુમારે ઓચિંતી પ્રોહી રેડ પાડી રહેણાંક મકાન માંથી રૂા. 1,92,952/- ની કુલ કિંમતની વિદેશી દારૂના કાચના તથા પ્લાસ્ટીકના કવાટરીયા તથા પતરાના ટીન મળી કુલ બોટલ નંગ-1608 ભરેલ ખાખી તેમજ લાલ કલરના પુઠાની પેટીઓ નંગ-46 પકડી પાડી રૂા. 2000ની કિંમતનો મોબાઈલ ફોન, રેશન કાર્ડ, આધારકાર્ડ વગેરે મળી રૂા. 1,93,952નો મુદ્દામાલ કબજે લઈ ઘરધણી રણજીતભાઈ બાબુભાઈ પટેલની અટક કરી દે.બારીયા પોલીસે કુવા ગામના સીમોડા ફળિયાના રણજીતભાઈ બાબુભાઈ પટેલ તથા ઝાબ ગામના વચલા ફળિયામાં રહેતા વિજયભાઈ ચીમનભાઈ પટેલ વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.