દે.બારીઆના કેલીયા ગામની મહિલાએ આંગણવાડીમાં તેડાગર તરીકે નોકરી મેળવવા ખોટા સર્ટી સાથે કોર્ટમાં જનાર મહિલા સામે ફરિયાદ

  • બોગસ સર્ટી હોવા છતાં તંત્ર સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

દે.બારીઆ,દે.બારીઆ તાલુકાના કેલીયા ગામની રેખાબેન પંકજભાઈ પટેલે દે.બારીઆ ધટક-3 હસ્તકના આંગણવાડી કેન્દ્ર કેલિયા મોટામાં આંગણવાડી તેડાગરની એક જગ્યાની ઓનલાઈન ભરતીમાં જનરલ જાતિમાં ફોર્મ ભરેલ હતુ. જેમાં તે કુલ 53.53 સ્કોર સાથે બીજા ક્રમે હતો. જેથી રેખાબેન પંકજભાઈ પટેલે દાહોદ જિલ્લાની અપીલ સમિતિ સમક્ષ રેખાબેન અભેસિંગ રાઠવાનો અનુસુચિત જન જાતિનો દાખલો રજુ કરી તેને માન્ય રાખવા અરજી કરી હતી. જે બાદ નિયમો અનુસાર તેઓની અપીલ અમાન્ય રખાઈ હતી. બાદ રેખાબેન પંકજભાઈ પટેલે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નં.-489/2024થી નામદાર ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ ખાતે કેસ દાખલ કરી રેખાબેન પંકજભાઈ પટેલે રેખાબેન અભેસિંગભાઈ રાઠવા(રહે.રૂવાબારી, તા.દે.બારીઆ)નામનો દાખલો નં.-5920તા.30 ઓગસ્ટ 2010નો અનુસુચિત જનજાતિનો દાખલો રજુ કરતા દાહોદ મદદનીશ કમિ.આદિજાતી વિકાસ દ્વારા રજીસ્ટર પર તપાસમાં રેખાબેન અભેસિંગભાઈ રાઠવાના અનુસુચિત જન જાતિનો દાખલો નં.-5920 તા.30 ઓગસ્ટ 2010ની વિગતો તેમની કચેરીના રેકર્ડ પર નોંધાયેલ ન હતી. અનુસુચિત જનજાતિનો દાખલો નં.-5920 તા.21 જુન 2010માં ઝાલોદના મીરાખેડીના વસૈયા જયદિપકુમાર દિનેશકુમારનુ નામ નીકળ્યુ હતુ. જેથી રેખાબેન પંકજભાઈ પટેલે સરકાર સાથે ઠગાઈ કરવાના હેતુથી ગુનાહિત કાવતરૂ રચી ખોટા અને બનાવટી જાતિના દાખલાને સારૂ નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજુ કરતા રેખાબેનનને ગુનેગાર ઠેરવતા દે.બારીઆ તાલુકા પંચાયતના આઈસીડીએસ શાખામાં સીડીપીઓ તરીકે ફરજ બજાવતા એમી જોસેફ પરમારે રેખાબેન પંકજભાઈ પટેલ સામે દે.બારીઆ પોલીસમાં વિશ્વાસઘાત ની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.