દે.બારીયાના જંબુસર ગામે ધરમાં આકસ્મીક આગ લાગતાં ધરવખરી અનાજ બળીને ખાખ

દાહોદ, દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના જંબુસર ગામે ઉડવા ફળિયામાં સવારે એક ઘરના વચલા ખંડમાં આકસ્મીક રીતે આગ લાગી જતાં આગમાં ઘરના સરા, વળા, નળીયા, અનાજ વગેરે બળી જતાં આગમાં અંદાજે રૂા. 94000નું નુકશાન થયાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.

જંબુસર ગામે ઉડાર ફળિયામાં રહેતા લક્ષ્મણસિંહ રતનસિંહ બારીયાના ઘરના વચલા ખંડમાં ગત તા. 3- 6-2023ના રોજ સવારે અગ્યાર વાગ્યાના સુમારે આકસ્મીક આગ ફાટી નીકળી હતી જેથી આગ અંગેની જાણ દેવગઢ બારીઆ ફાયર સ્ટેશને કરવામાં આવી હતી. જેના પગલે ફાયર બ્રીગેડના લાશ્કરો ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો સતત મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળળી આગ ઓલવી નાખી વધુ નુકશાન થતું અટકાવ્યું હતું. આગમાં ઘરના સરા, નળીયા, અનાજ મળી કુલ રૂા. 94000નું નુકશાન થવા પામ્યું હતું.

આ સંબંધે જંબુસર ગામના ઉડાર ફળિયામાં રહેતા લક્ષ્મણસિંહ રતનસિંહ બારીયાએ દેવગઢ બારીઆ પોલીસને જાણ કરતાં પોલીસે આગ અંગેની જાણવા જોગ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.