દે.બારીઆના હાટ બજારમાં ગ્રાહકોની ફીકી હાજરી


દે.બારીઆ,
દે.બારીઆ શહેર અને સાગટાળા ખાતે ભરાતા હાટ બજારમાં ચીજ વસ્તુઓ કિફાયતી ભાવે મળતી હોય છે આ હાટ બજારમાં આજુબાજુના ગામડાના મઘ્યમવર્ગીય માણસો આ બધી ખરીદી કરવા માટે આવતા હોય છે. દે.બારીઆ તાલુકાના મોટાભાગના લોકો ખેતીવાડી કરતા હોય ધણીવાર અનાજ વેચાણ પણ હાટ બજારના દિવસ કરી અને ધરખર્ચ સામાન લેતા હોય છે. કોરોના વખતથી પીપલોદ પાસે આવેલ સાલિયા ગામનુ હાટ બજાર હજુપણ બંધ છે. જેને લઈને આજુબાજુના ગામડાના લોકોને ખરીદી માટે દુર જવુ પડતુ હોય છે. હાટ બજારના લીધે કેટલાય પથારાવાળાઓ અને બહારગામથી આવતા વેપારીઓને ધંધો-રોજગાર પણ મળતો હોય છે અને જેમાંથી સરકારને પણ બજાર ફીની ચોખ્ખી આવક મળતી હોય છે. દિવાળીના તહેવારો હજુ માંડ ગયા નથી. ધણાખરા વેપારીઓ છેક છોટાઉદેપુર અને ઝોઝથી પણ અહિંયા ધંધો કરવા માટે આવતા હોય છે પણ મોંઘવારીના માહોલમાં ધરાકી નહિ નીકળતા તેમને પણ નહિં નફો કે નહિં નુકસાનમાં ધંધો કરી સાંજે પરત ધરે જવાનો વારો આવશે તે નકકી છે.

આમ દે.બારીઆ તાલુકાના સાગટાળા ગામના હાટ બજારમાં ધરાકી નહિ દેખાતા વેપારીઓ ચિંતિત દેખાયા હતા.