દે.બારીઆના દુધિયા ગામે મહિલા સહિત ત્રણ વ્યકિત પર રીંછે હુમલો કર્યો

દે.બારીઆ,દે.બારીઆ તાલુકાના દુધિયા ગામે વહેલી પરોઢે કુદરતી હાજતે ગયેલા આધેડ અને એક મહિલા સહિત ત્રણ વ્યકિત ઉપર રીંછે હુમલો કર્યો હતો.

દે.બારીઆ તાલુકાના સાગટાળા રેન્જ આંકલી બીટના દુધિયા ગામે બારીયા ફળિયામાં રહેતા સુરેશ ગોૈપસિંહ બારીયા વહેલી સવારે પોતાના ધરેથી ઉઠીને કુદરતી હાજતે જતો હતો ત્યારે પોતાના ધર નજીક ખેતર પસાર કરતી વખતે ઓચિંતા વન્યપ્રાણી રીંછે હુમલો કરતા હાથ તેમજ માથા અને પીઠના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. જયારે કુદરતી હાજતે ગયેલા બાધર હિરા બારીયાને પણ રીંછે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. બુમાબુમ કરતા રીંછ ત્યાંથી ભાગી છુટ્યુ હતુ. તેમજ નજીક ધરોમાં પોતાના પિતાના ધરે મહુડા ડોળી વીણવા આવેલ ધર્મિષ્ઠા મહિપત બારીયા વહેલી પરોઢમાં મહુડા ડોળી વીણવા જતા તેની ઉપર પણ આ રીંછે હુમલો કરી ધાયલ કરી હતી. ઓચિંતા રીંછના હુમલામાં બાધર બારીયાએ બુમાબુમ કરતા નજીકના પાડોશીઓ પણ ઉંઘમાંથી સફાળા જાગી દોડી આવ્યા હતા. રીંછના હુમલામાં બાધર બારીયા અને સુરેશ બારીયાને કુદરતી હાજતે જતાં રીંછે હુમલો કર્યો હતો. વહેલી પરોઢમાં બુમાબુમ થતાં રીંછે ખેતરો અને ડુંગર વિસ્તાર તરફ ભાગી છુટ્યુ હતુ. વન્યપ્રાણી રીંછના હુમલામાં ધાયલ થયેલ આધેડ અને મહિલા અને અન્ય યુવાનને 108 મારફતે દે.બારીઆ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. બનાવ અંગે વનવિભાગે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.