દે.બારીયાના ડાંગરીયા ગામે ધોળે દિવસે લુંટારૂઓએ મહિલાના ગળા માંથી 60 હજારના અછોડા લુંટ કરી બાઈક ઉપર ફરાર

દાહોદ,

દેવગઢ બારીઆના ડાંગરીયા ગામે ધોળે દહાડે લાલ-કાળા કલરની મોટર સાયકલ પર આવેલા 20 થી 25 વર્ષની ઉંમરના અજાણ્યા પેન્ટ શર્ટ ધારી લુંટારૂઓએ ફોરેસ્ટ નર્સરીની નજીક રોડ પાસે લઘુશંકા કરી પરત આવી રહેલી મહિલાના ગળામાં પહેરેલ રૂા. 60,000ની કિંમતની ત્રણ તોલાની સોનાની ચેન લુંટી લઈ તે મહિલાના પતિને દાતરડું મારી હાથે ઈજાઓ પહોંચાડી મોટર સાયકલ લઈ નાસી ગયાનું જાણવા મળ્યું છે.

ડાંગરીયા ગામના ટાંડા ફળિયામાં રહેતા પ્રવીણભાઈ કાંતીભાઈ પરમારની પત્ની તેના ગામની ફોરેસ્ટ નર્સરીની નજીક રોડની સાઈડમાં લઘુશંકા કરવા માટે ગતરોજ બપોરના સાડા બાર વાગ્યાના સુમારે ગઈ હતી અને લઘુશંકા કરપી પરત આવી રહી હતી. તે વખતે લાલ-કાળા કલરની મોટર સાયકલ પર આવેલ 20 થી 25 વર્ષની ઉંમરના ત્રણ અજાણ્યા પેન્ટ શર્ટ ધારી ઈસમોએ પ્રવીણભાઈ પરમારની પત્નીના ગળામાં પહેરેલ આશરે રૂા. 60,000ની કુલ કિંમતની ત્રણ તોલા વજનની સોનાની ચેન લુંટી લીધી હતી. તે વખતે પ્રવીણભાઈ પરમાર પોતાની પત્ની પાસે દોડી આવતા ત્રણ પૈકીના બીજા બે ઈસો પ્રવીણભાઈ પરમાર પાસે ગયા હતા અને તામાનાં એક ઈસમે પ્રવીણભાઈ પરમારના કોણીથી નીચેના ભાગે લોખંડનું દાતરડું મારી ઈજા પહોંચાડી તે ત્રણે ઈસમો મોટર સાયકલ લઈ નાસી ગયા હતા.

આ સંબંધે ડાંગરીયા ગામના ટાંડા ફળિયામાં રહેતા પ્રવીણભાઈ કાંતીભાઈ પરમારે દેવગઢ બારીયા પોલીસ સ્ટેશને ફરખિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે લુંટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.