દાહોદ,દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆના એક બિલ્ડરને પેટ્રોલપંપ શરૂ કરવાનો હોવાથી અલગ અલગ બેન્કના નવ જેટલા ખાતા ધારકોએ હિન્દુસ્તાન પેટ્રોલીયમ નામનું ખોટુ વેબ પેજ બનાવી તે બિલ્ડર પાસે પેટ્રોલપંપ ડીલરકશીપ માટે ફોર્મ ભરાવી જુદા જુદા બહાને હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડના ફોર્મ ભરાવી જુદા જુદા બહાને હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડના સહી સિક્કા, તેમજ તમામ લેટર, એનઓસી, લાયસન્સ હિન્દુસ્તાન પેટ્રોલીંયમના નામના વોટસએપથી બિલ્ડરના બેન્ક એકાઉન્ટમાંથી આર.ટી.જી.એસ. મારફતે રૂપિયા 55,36,700 જેટલી માતબર રકમ ટ્રાન્સફર કરાવી ભરાવડાવી, પેટ્રોલપંપ નહીં બનાવી આપી બિલ્ડર સાથે છેતરપીંડી વિશ્ર્વાસઘાત કર્યાનું જાણવા મળ્યું છે.
દેવગઢ બારીઆ સિધ્ધિ વિનાયક પાર્ક રાધે ગોવિંદ મંદીર રોડ પર રહેતા અને વ્યવસાયે બિલ્ડર એવા 37 વર્ષીય ધર્મેશભાઈ ભરતભાઈ કલાલ હિન્દુસ્તાન પેટ્રોલીંયમ કોર્પોરેશન લીમીટેડમાં પેટ્રોલપંપ શરૂ કરવાનો હોય તેવા આ બાબતની નવ જેટલા અજાણ્યા ઈસમોને ખબર પડી જતાં તે ઈસમોએ હિન્દુસ્તાન પેટ્રોલીયમ નામનું ખોટુ વેબ પેજ બનાવી ધર્મેશભાઈ કલાલનું પેટ્રોલપંપ ડીલરશીપ માટેનું પોર્મ ભરાવી અલગ અલગ પ્રોસેસ ફી જેમા રજીસ્ટ્રેશન ફી, પ્રોફાઈલ બનાવવાની ફી, ડોક્યુમેન્ટની તથા સર્વે કરવાની ફી, લાયસન્સ ફી ડીઝલના સ્ટોક માટે પેટ્રોલ ડીઝલ અને સીએનસી ટેસ્ટીંગ ડીસ્પેન્સર તથા ટેકર ટેસ્ટીંગ એનઓસી સર્ટીફીકેટના બહાને ઉપરોક્ત નવ જણાએ હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડના સહી સિક્કા તેમજ તમામ લેટર, એનઓસી, લાયસન્સ, હિન્દુસ્તાન પેટ્રોલીંયમના નામના વોટસએપથી બિલ્ડર ધર્મેશભાઈ કલાલલા જી.મેઈલ ઉપર મોકલી આપી સ્થળ વીઝીટ માટે માણસ મોકલી આપી વિશ્ર્વાસ અને ભરોસો આપી તે નવે જણાએ ધર્મેશભાઈ કલાલના દેવગઢ બારીઆ નાગરિક સહકારી બેન્કના એકાઉન્ટમાંથી તા. 27-12-2023 થી તા. 31-1-2024 દરમ્યાન આરટીજીએસ મારફતે અલગ અલગ વખતે મળી કુલ રૂપિયા 55,36,700 જેટલી માતબર રકમ ભરાવડાવ્યા હતા અને આટલા રૂપિયા ખંખેરી લીધા બાદ પણ પેટ્રોલપંપ નહી બનાવી આપી દેવગઢ બારીઆના બિલ્ડર ધર્મેશભાઈ ભરતભાઈ કલાલ સાથે છેતરપીંડી વિશ્ર્વાસઘાત કર્યો હતો. જેથી આ સંબંધે છેતરપીંડી અને વિશ્ર્વાસઘાતનો ભોગ બનેલા દેવગઢ બારીઆના ધર્મેશભાઈ ભરતભાઈ કલાલે દેવગઢ બારીઆ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ઉપરોક્ત અજાણ્યા નવ જણા વિરૂધ્ધ છેતરપીંડી, વિશ્ર્વાસધાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.