દાહોદ,દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના બામરોલી ગામે સુથાર ફળિયામાં રહેતા એક બુટલેગરનાં રહેણાંક મકાનમાં ખેતરવાળા ઢાળીયાની બાજુમાં ઘાસનાં ઢગલામાંથી તથા ઘર નજીકનાં ડુંગરનાં જંગલમાં કોતર વાળી ઝાડ નીચેથી મળી ત્રણે જગ્યાએથી રૂા. 1.56 લાખ ઉપંરાત ની કિંમતના વિદેશી દારૂ બીયરનો જથ્થો સાગટાળા પોલીસે ઓચિંતી રેડ પાડી કબ્જે લીધાનું જાણવા મળ્યું છે.
પ્રોહી અંગેની પોતાની મળેલ બાતમીને આધારે બામરોલી ગામનાં સુથાર ફળિયામાં રહેતા દિલીપભાઈ ધુળાભાઈ રાઠવા ગામનાં બુટલેગરનાં રહેણાંક મકાનમાં ગઇકાલે બપોરના ત્રણ વાગ્યાના સુમારે ઓચિંતી રેડ પાડતાં પોલીસેની રેડજોઈ બુટલેગર દિલીપભાઈ રાઠવા નાશી ગયો હતો. જ્યારે પોલીસ દીલીપભાઈ રાઠવાનાં રહેણાંક મકાનમાંથી ઘરથી દુર ઉત્તર દિશાતરફના ખેતરવાળા ઢાળીયાની બાજુમાં ઘાસના પુળા નીચેથી તથા ઘરની નજીક આવેલ ડુંગરના જંગલમાં કોતરવાળા ઝાડ નીચે એક પતરાનાં પઢારમાંથી એમ ત્રણે જગ્યાએથી કુલ રૂા.1,56,048/- ની કુલ કિમતની ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની પેટી નંગ. 8 તથા ટીન બીયરની પેટીઓ નં. 28 તેમજ છુટાટીન બીયર નં. 87 તથા પ્લાસ્ટીકનાં કવાટરનં. 76 મળી કુલ નાની મોટી બોટલ નં. 1219 પકડી પાડી સાથે સાથે રૂા.157048 નો મુદ્દામાલ કબ્જે લઇ બામરોલી ગામના સુથાર ફળિયામાં રહેતા બુટલેગર દિલીપભાઈ ધુળાભાઈ રાઠવા વિરૂદ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.