દાહોદ,
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના બામરોલી ગામે એક કાચા મકાનમાં અગમ્યકારણોસર ઓચિંતા આગ ફાટી નીકળતાં આગમાં ઘરનો તમામ સરસામાન મળી કુલ રૂા.936,800નું નુકસાન થવા પામ્યું છે.
ગત તા.19મી એપ્રિલના રોજ બામરોલી ગામે નિશાળ ફળિયામાં રહેતાં ચંપાબેન કડવાભાઈ રાઠવાના કાચા મકાનમાં અગમ્યકારણોસર આગ લાગી ગઈ હતી. આગે વિકરાળ રૂપ ધારણ કરતાં આગની અગન જ્વાળાઓમાં સંપુર્ણ મકાન આવી ગયું હતું. આગમાં ઘરનો તમામ સરસામાન બળી ગયો હતો. આગમાં અંદાજે રૂા.93,800નું નુકસાન થવા પામ્યું હતું. ઘટનાને પગલે સ્થાનીક લોકો તેમજ દોડી આવેલ ફાયર ફાઈટરના લાશ્કરોએ પાણીનો ભારે મારો ચલાવી આગ ઉપર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો.
આ સંબંધે ચંપાબેન કડવાભાઈ રાઠવાએ સાગટાળા પોલીસ મથકે જાણવા જોગ આપતાં પોલીસે આ સંબંધે જરૂરી કાર્યવાહી કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.