દે.બારીઆના બામરોલી ગામે કુવો બનાવી આપવાના નામે મોટા પ્રમાણમાં ખાયકી થતાં લાભાર્થીઓની રજુઆત

દે.બારીઆ,દે.બારીઆ તાલુકાના બામરોલી કુવા બનાવી આપવાના નામે મોટાપાયે ખાયકી થઈ હોવાની લાભાર્થીઓ દ્વારા રજુઆત કરવામાં આવી છે.

બામરોલી ગામના બામરોલી મુવાડામાં મનરેગ યોજના હેઠળ થયેલા કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાથી લાભાર્થીઓ દ્વારા રજુઆત કરી કુવા મંજુર કરાવવાના નામે પૈસા ઉઘરાવી લાભાર્થીઓને એકપણ રૂપિયો નહિ મળતા કામગીરી અધુરી છે. જયારે રેકર્ડ ઉપર કુવાની કામગીરી પુર્ણ દેખાડી અને કુવાનુ બિલનુ ચુકવણુ થયુ હોવાનો લાભાર્થીઓને જણાઈ આવતા રજુઆત કરી તપાસ હાથ ધરી તેવી માંગ કરવામાં આવી છે.

દે.બારીઆ તાલુકામાં મનરેગા યોજના હેઠળ થયેલા કેટલાક કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે. અગાઉ બે ગામોમાં ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે પુન: મનરેગા યોજના હેઠળ થયેલા કામોના પૈસા તો બારોબાર ખવાયા સાથે લાભાર્થી પાસેથી કામની મંજુરી પેટે લીધેલા હજારો રૂપિયા ખવાઈ જતાં લાભાર્થીઓ દ્વારા રજુઆત કરવામાં આવી છે. જેમાં બામરોલી ગામના બામરોલી મુવાડા ફળિયામાં રહેતા (1)પુનાભાઈ હિરાભાઈ બારીયા, (2)બાબુભાઈ મસુરભાઈ બારીયા,(3)બારીયા સુબતભાઈ મણીલાલ, (4)બારીયા કેસરસિંહ વિરસિંહ, (5)બારીયા નારસિંગભાઈ રામજીભાઈ અને (6)બારીયા નરવતભાઈ બાબુભાઈ મળી કુલ 6 લાભાર્થીઓ પાસેથી વર્ષ-2019/2020માં ગામના એક વચેટિયા દ્વારા મનરેગા યોજના હેઠળ કુવા બનાવી આપવાની લાલચ આપી કુવાની મંજુરી પેટે તમામ લાભાર્થીઓ પાસેથી એક કુવા દ ીઠ રૂ.5500 ઉઘરાવ્યા હતા. તે પછીથી આ લાભાર્થીઓને કુવાની મંજુરી મળી જશે. તે કામના બિલોનુ ચુકવણુ પણ થઈ જશે. તેમ કહી લાભાર્થીઓને કુવા ખોદકામ કરવા માટે હિટાચી મશીન મોકલી આપ્યુ હતુ. જે હિટાચી મશીનમાં પણ આ લાભાર્થીઓ દ્વારા ડીઝલ ભરાવી પોતાના ખર્ચે કુવાનુ ખોદકામ કરાવ્યુ હતુ. જેમાં પણ લાભાર્થીઓના પૈસા ખર્ચાયા હતા. તે બાદ કુવાનુ ખોદકામ કર્યા બાદ લાભાર્થીઓને કુવા પેટે નાણાં નહિ મળતા અને સરપંચના વચેટિયા દ્વારા કુવાના કામો પુર્ણ નહિ કરાવતા આજેપણ કુવાના અધુરા કામ જોવા મળે છે. આ બાબતે અરજદારો દ્વારા તપાસ હાથ ધરાતા જે તે અરજદારના નામે કુવાના બિલોનુ ચુકવણુ થઈ ગયુ હોવાનુ અરજદારોને જણાઈ આવ્યુ હતુ. કુવાની મંજુરી પેટે આપેલા રૂપિયા તેમજ કુવાના બિલોના નાણાં બારોબાર ઉપાડી ગયા હતા. કુવાાની કામગીરી પણ હધુરી હોવાને લઈ અરજદારો દ્વારા આ બાબતે સ્થાનિક રાજકિય નેતાથી લઈ તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરવામાં આવી છે. આ બાબતે જો કોઈ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં નહિ આવે તો અરજદારો દ્વારા ઉચ્ચ સ્તરે રજુઆત કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.