દે.બારીઆ, દે.બારીઆ તાલુકાના ભુત ફળિયામાં રહેતા નાનસીંગવાલા બારીયાના રહેણાંક ધર નજીકના પીવાના પાણી માટે આશરે દોઢ વર્ષ પહેલા સરકારી યોજનામાંથી ગ્રામ પંચાયત અસાયડી દ્વારા બોરસેટ બનાવવામાં આવેલો હતો જયારે બોરસેટ કરવામાં આવ્યો ત્યારે બોરમાં પીવાનુ મીઠુ પાણી આવતુ હતુ જે પાણીનો ઉપયોગ ધરના સભ્યોને પીવાનુ પાણી તથા જમવા માટે રસોઈ કામમાં તેમજ પોતાના પાલતુ પશુ ઢોરને પીવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. આજે પણ આ પાણીનો ઉપયોગ ધર પરિવાર માટે થઈ રહ્યો છે. પરંતુ છેલ્લા એકાદ માસથી હાલમાં આ બોરસેટમાં ગરમ પાણી આવી રહ્યુ છે. ધણીવાર પાણી વધારે ગરમ હોય પીવા માટે પણ થોડીવાર રાહ જોવી પડે છે. વહેલી સવારે ન્હાવા માટે આ પરિવારમાં પાણી ગરમ કરવાની પણ કોઈ જરૂર પડતી નથી. કેમ કે બોરસેટમાંથી પાણી ગરમ નીકળતુ હોય ન્હાવા માટે ગરમ પાણી મળી રહેતુ હોય છે. ઠંડુ પાણી એકાદ મહિનાથી નહિ આવતા ઓચિંતા ગરમ પાણી આવતા ધર પરિવારમાં થોડુ અચરજ થયુ હતુ.