દાહોદ,દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના અંતેલા ગામેથી દાહોદ એલ.સી.બી. પોલીસે એક ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂા.1,68,000ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.6,73,500ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક સહિત ત્રણ ઈસમોની પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
દાહોદ જીલ્લામાં પ્રોહીની પ્રવૃતિઓને અટકાવવા, જુગારના અડ્ડાઓ ઉપર રેડ પાડવા, નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા, અસામાજીક તત્વોને ઝડપી પાડવા વિગેરે જેવા અનેક ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ જીલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ દેવગઢ બારીઆના અંતેલા ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ગાડી નજીક આવતાંની સાથે તેને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીમાં સવાર પ્રકાશભાઈ ગોપાલભાઈ નાનુરામ ડામોર, કનૈયાલાલ ઉર્ફે કાનો છગનભાઈ નાનુરામ તાડ અને સોનુ ચંદુભાઈ સુખરામ વસુનીયા (ત્રણેય રહે. મધ્યપ્રદેશ) નાઓને ઝડપી પાડી ગાડીની તલાસી લેતાં ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.1248 કિંમત રૂા.1,68,000ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.6,73,500નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.