દાહોદ,ભગાડીને લઈ ગયેલ છોકરાની દાવો નક્કી કરી તેનો નિકાલ કરી આપવાના મામલે દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆના અંતેલા ગામે ચણોઠા ફળિયામાં થયેલા ધિંગાણામાં લાકડીઓ ઉછળતાં એક મહિલા સહિત ત્રણને ઈજાઓ થયાનું તથા જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપ્યાનું જાણવા મળ્યું છે.
દેવગઢ બારીઆના અંતેલા ગામના ચણોઠા ફળિયામાં રહેતા પટેલ કુટુંબના અભેસીંહ ગોકળભાઈ, મહેશ અભેસીંગભાઈ, ગણપત અભેસીંગભાઈ, દિનેશ અભેસીંગભાઈ, ગોરધન અભેસીંગભાઈ, કૈલાશબેન અભેસીંગભાઈ, રંમીલાબેન અભેસીંગભાઈ તથા નરપતભાઈ અભેસીંગભાઈ પટેવલ તથા ઘરના માણશોને ગાળો બોલી, તમો ભુમિકાને માન્લી ગામેથી બે વર્ષથી લઈ આવેલા છો તો તમે તેનો દાવો નક્કી કરી નિકાલ કેમ કરી આપતા નથી ? તમારા લીધે અમારો સંબંધ બગડે છે. તેમ કહી ગાળો બોલી પ્રતાપભાઈને માથામાં, હાથના ભાગે, કમ્મરમાં તથા પગમાં લાકડીઓ મારી તથા કાસમબેન, પ્રભાતભાઈ તથા જુવાનસીંગને મુઢ મારમારી તેમજ જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી ધિંગાણું મચાવ્યું હતું.
આ સંબંધે અંતેલા ગામના ચણોઠા ફળિયાના ભુમિકાબેન જવાનસીંગભાઈ પ્રભાતભાઈ પટેલે નોંધાવેલ ફરિયાદને આધારે અંતેલા ગામના ચણોઠા ફળીયાના પટેલ પરિવારના બે મહિલા સહિત આઠ જણા વિરૂધ્ધ રાયોટીંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.