દે.બારીયા એમ.જી.વી.સી.એલ.ની બેદરકારી યથાવત નવા ઠાકોરવાડા અને કસ્બામાં લો વોલ્ટેજના કારણે ઉપકરણોમાં નુકશાની ??

દે.બારીયા,દે.બારીયા શહેરમાં મધ્ય ગુજરાત વિજળી કં5ની થકી વિજ પુરવઠો પુરો પાડવામાં આવે છે. નવા ઠાકોરવાડા થઈ પારેખ શેરી અને જાની ફળીયા સુધી થ્રી ફેસની વિજ લાઈનમાં બે માસથી લો વોલ્ટેજની સમસ્યા થવા પામી છે. આ લાઈનમાં વિજ કનેકશનનો જોડાણમાં પંખા, કુલર ચાલવાતા નથી. દિવસના એટલે તા.16/063/2023 શુક્વારે 12 કલાકે થી વિજળીમાંં લો વોલ્ટેજની સમસ્યા ચાલુ થતાં આ લખાય છે. ત્યાર સુધી 5-45 સુધી વીજ પુરવઠો લો વોલ્ટેજની સમસ્યા યથાવત જારી છે. છ કલાક થવા છતાં વીજ કં5નીના કર્મીઓને ફોલ્ડ શોધવા મથી રહ્યા છે. આના સાથે મોનસુનની કામગીરીની પોલ ખુલી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીયા શહેરના કસ્બામાં આજથગી પંદર દિવસો લો વોલ્ટેજ હતો. તેમાં વીજ ઉપકરણોમાં ફ્રીજ લો વોલ્ટેજના લીધે બળી ગયા હતા. ફરી બીજીવાર લો વોલ્ટેજ થતાં 12 કલાકે શરૂ થતા આખા વિસ્તારમાં લોકો હેરાન પરેશાન થયા છે. એમ.જી.વી.સી.એલ. ગ્રાહકો પાસેથી રીડીંંગમાં તોતીંંગ વધારો કરી રૂપીયા વસુલે છે. તે પ્રમાણેની ગ્રાહકોને સુવિધા આપવામાં કેમ પાછળ છે. ફ્રિજ જેવા મોંધા ઉપકરણો માટે જવાબદાર કોણ જેથી વિભાગીય કાર્ય સમસ્યા માટે નવિન ડીપી નાખવા માટે તાકીદે હાથ ધરશે ખરાં તે આમ વિજગ્રાહકોની માંંગ ઉઠવા પામી છે.