દે.બારીયા એમ.જી.વી.સી.એલ.ના દ્વારા હવે તો સન્ડેના દિવસે લાઈટો બંધ કરવામાં આવી રહી છે ?

મધ્ય ગુજરાત વીજ કંપની દે.બારીયા કચેરીનો એક અંધેર વહિવટ જુઓ હવે તો મંગળવારના સિવાય રવિવારના રજાના દિવસે પણ સવારના 8-00 કલાકે થી લઈને બપોરે 3-00 કલાક સુધી વીજ પ્રવાહ નીચે જણાવેલ વિસ્તારોમાં જેવાં કે, ડેરી ફળીયા, જાની ફળીયા તથા પારેખ શેરી, કસ્બામાં સાત કલાક સુધી વીજ પ્રવાહ બંધ રહેતા વીજ ગ્રાહકો ત્રાહિમામ પોકારી ગયા હતા. આ માટે જવાબદાર કોણ ઉચ્ચકક્ષાના પદના અધિકારીઓ તપાસ કરશે ખરાં ? તે યત્ર પ્રશ્ર્ન છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીયા શહેરમાં આમ તો મેન્ટનસ કાર્ય દર મંગળવારે કરવાનું આવતો હોય છે તે મોન્સુન કાર્યની પોલ ખુલી ગઈ છે. હવે તો રજાના દિવસે લોકો શાંતિ અને અઠડાવડિયામાં રજાનો દિવસે મનોરંજન કાર્યો કરીને પોતાની થાક ઉતારતા હોય છે. કાર્યપાલક ઈજનેરના અંધેર વહિવટી કાર્યથી તા.04/08/2024ના રવિવારના રજાના દિવસે સવારના તા.8-00 કલાકેથી લાઈટો બંધ થઈ તો 3-15 કલાકે લાઈટો બહાલ કરાતા લોકો હાશકારો અનુભવ્યા હતા.

કમ્પ્લેન નંબર ઉપર કમ્પ્લેન કરાતા તે ટેલિફોનનું રીસીવર બાજુમાં મુકી દેવાયું જણાવ્યુંં હતું. ત્રણ વાગ્યાના સુમારે ફરી ટેલિફોન નંબર ઉપર કમ્પલેન કર્મીએ નવી ટી.સી. નાખવાનું કાર્ય ચાલ છે. કોઇને કહેવામાં આવે છે કે, વાયરો બદલવામાં આવે છે. વિજ પ્રવાહ કયા કારણે બંધ કરાયો છે.તેની ટી.સી. નાખવામાં આવે ખરી તે સમજાતું નથી શું? 66 કે.વી.ના કર્મીઓના દ્વારા અંદરખાને લોડ સેડીંંગ રજાના દિવસે નથી. તેની તપાસ કોણ કરશે ?