દે.બારીયામાં ઘરમાંથી 60 કિલો માંસ અને બે વાછરડા જપ્ત,મહિલા સહિત 4 ફરાર

  • જથ્થો નાસ કરી બે વાછરડાને ગૌશાળા મોક્લી ચાર સામે પોલીસે ગુનો નોંધ્યો.

દાહોદ જીલ્લાના દેવગઢ બારિઆના કાપડી એક ઘરમાં પશુ માંસનું વેચાણ કરતાં પોલીસે રેઈડ કરતાં એક મહિલા સહિત ચાર લોકો ફરાર થઈ ગયા હતા. બે વાછરડા તથા અંદાજે 60 કિલો માંસ સહિતનો જથ્થો જપ્ત કર્યો હતો.

દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆના કાપડીના આશીફ રસુલ કડવા તથા સિકંદર ઇસ્માઈલ રાતડીયા બન્ને જણા મળી આશીફના મકાનમાં પશુઓને કાપવાનું કતલખાનુ બનાવી ગૌવંશની કતલ કરી તેના માંસનું વેચાણ કરી રહ્યા હોવાની બાતમી દેવગઢ બારીયા પોલીસને મળી હતી. જે આધારે બાતમીવાળી જગ્યાએ પોલીસ તપાસમાં જતાં પોલીસના વાહનો જોઈ મકાન માંથી એક મહિલા સહિત ચાર લોકો ભાગી ગયા હતા. મકાનમાં તપાસકરતાં બે વાછરડા ગળે તથા પગે દોરડા વડે ક્રુરતાપૂર્વક ઘાસચારા કે પાણીની સગવડ વગર બાંધી રાખેલા મળી આવ્યા હતા. તેમજ પ્લાસ્ટીકના તગારા, તપેલા, નાનામોટા છરા અને વજન માટેના ત્રાજવા મળી આવ્યા હતા. સ્થળ ઉપરથી મળી આવેલ અંદાજે 60 કિલો માંસના જથ્થા માંથી સેમ્પલ લઇ પૃથ્થકરણ માટે એફએસએલ સુરત ખાતે મોકલી આપ્યા હતા. જ્યારે બાકીનો જથ્થો ખાડામાં દાટી નાસ કર્યો હતો. જ્યારે બે વાછરડાના ગૌશાળા ખાતે મોકલી આપ્યા હતા. 22,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.