દે.બારીયા મામલતદાર ઓફિસના ફસ્ટ ફલોરમાં ટયુબ લાઈટ અને પંખા બંધ હાલતમાં છે કોણ અને કયારે ચાલુ કરાવશે ???

દે.બારીયા, દે.બારીયા તાલુકાની આમ જનતા તમામ સરકારી કાર્યો માટે મામલતદાર ઓફિસના દ્વારા થતું હોય છે. મહેસુલી કામકાજના અર્થે તાલુકાની આમ જનતાને મામલતદાર ઓફિસના આંગણે જવું પડતું હોય છે. આખા દિવસ દરમિયાન મોટી સંખ્યામાં આવે છે. મામલતદાર ઓફિસમાં ભીડ જોવા મળે છે પરંતુ દીવા તળે અંધારું તે કહેવત સહી સાર્થક થાય છે.

પ્રાપ્ત માહિતી મુજબ મામલતદાર ઓફિસના પહેલા નીચેના ફલોરમાં ટયુબ લાઈટ તથા પંંખા બંધ હાલતમાં હોવાથી આમ જનતાને રેબઝેબ થઈ ઉભા રહેવાનો હેરાન થવાનો વારો આવ્યો છે. નીચેના ફલોરમાં આમ જનતા માટે જે ટયુબ લાઈટ તથા પંખા બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. જે પંખો લાગેલો હતો તે પંખા ખોલીને જાણ ત્યાં સગેવગે થઈ ગયો છે. એક પંખો હતો તે પણ હવે રહ્યો નથી. લાખ્ખોની સ્ટેમ્પ ડયુટી સરકારી તિજોરીમાં આમ જનતાના જમા થાય છે. તો પણ જનતાના માટે પ્રાથમિક સુવિધાનો અભાવ છે. ગરમીથી રાહત મેળવવા માટે આમ જનતાની માંગ ઉઠવા પામી છે તથા લાઈટ અને પંખા ચાલુ કરવા માટે જે તે વહિવટી અધિકારી આમ જનતાને ગરમીના કારણે કોઈ જીવલેણ ધટના ધટે તેના પહેલા પ્રાથમિક સુવિધા જેવી કે, પંખા ચાલુ કરાવવા માટે તજવીજ હાથ ધરશે ખરાં ? એકટીવીટી તથા મહેસુલી વિભાગની લોબીમાં તેમજ સ્ટેમ્પ મેળવવા માટે જયાં મોટી લાઈનમાં ઉભા રહેતા આમ જનતાને તમામ સ્થળો ઉપર પંખા ના હોય ત્યાં નવા પંખાની ખરીદી કરીને સુવિધા આપે તેવી માંંગ ઉઠવા પામી છે.