દે.બારીઆ, દે.બારીઆ ખાતે મામલતદાર કચેરીની કમ્પાઉન્ડ દિવાલ ગયા ચોમાસુ સત્રમાં વરસાદના સમયે જમીનદોસ્ત થઈ હતી. મામલતદાર કચેરીની નજીકમાં જંગલ વિસ્તાર શરૂ થતો હોય કયારેક દિપડો, ઝરખ અને રીંછ જેવા જંગલી જાનવરો પણ તુટેલી દિવાલમાંથી સંકુલમાં પ્રવેશ કરી શકે અને મામલતદાર કચેરીમાં સરકારી કામગીરી માટે આવતા કોઈને પણ જંગલી જાનવરો ઓચિંતો હુમલો કરે તેવી દહેશતના કારણે દે.બારીઆ મામલતદાર કચેરીની તુટી ગયેલ કમ્પાઉન્ડ દિવાલ અંગે રજુઆતોને અંતે જવાબદાર તંત્રના અધિકારીઓએ કમ્પાઉન્ડ દિવાલ બનાવવાની જરૂરિયાત જણાતા આખરે કમ્પાઉન્ડ દિવાલની મરામતની કામગીરીની શરૂઆત કરાઈ છે.