દે.બારીઆ, દે.બારીઆ ખાતે મામલતદાર કચેરી નજીક બનાવવામાં આવેલ કમ્પાઉન્ડની દિવાલ ચોમાસુ સત્રના પ્રારંભમાં પહેલા વરસાદમાં ધસી પડી હતી. આ મામલતદાર કચેરીની આજુબાજુમાં કેટલાય ઝાડી-ઝાંખરા હોવાથી જંગલ જેવુ લાગી રહ્યુ છે. આ સ્થળ ડાંગરીયા ગામના જંગલ વિસ્તારથી ધેરાયેલુ છે. આ જંગલમાં દિપડા, રીંછ જેા વન્યપ્રાણીઓ વસવાટ કરે છે. આવા હિંસક વન્ય પ્રાણીઓ કદાચ તુટી પડેલી દિવાલ પસાર કરી રાત્રિના સમયે મામલતદાર કચેરીમાં આગળ-પાછળના ભાગે આવી અને છુપાઈ જાય અને કોઈક વ્યકિત ઉપર ઓચિંતો હુમલો કરે તો જીવલેણ સાબિત થઈ શકે છે. મામલતદાર કચેરીના પાછળના ભાગે પણ જંગલ જેવો માહોલ છે. આવી જગ્યાએ પ્રાણીઓ પોતાના ખોરાકની શોધમાં આવી જાય છે. સરકારના જવાબદાર તંત્ર દ્વારા તુટી પડેલી કમ્પાઉન્ડ દિવાલ વહેલી તકે સમારકામ થાય તે જરૂરી છે.