દે.બારીઆ, દે.બારીઆ પાલિકા વિસ્તાર અને પીપલોદ બજાર વિસ્તારમાં કેટલાય શોપિંગ સેન્ટર અને બીજી ધણી પાકી દુકાનો પણ આવેલી છે. કેટલાક વેપારીઓ પોતાના ધરે દુકાનમાં વેપાર કરતા હોય છે. પાલિકા વિસ્તાર અને ગ્રામ પંચાયત વિસ્તારમાં કોઈપણ વેપાર-ધંધો કરનાર વેપારીઓએ પોતાના ધંધાનુ વ્યવસાય વેરાની નોંધણી પ્રમાણપત્ર લેવાનુ ફરજીયાત હોય છે. અને પોતાના વ્યવસાયની આવકમાંથી દર વર્ષે નિયમિત રીતે વ્યવસાય વેરો પણ ફરજીયાત ભરવાનો હોય છે. પરંતુ દે.બારીઆ શહેર સહિત પીપલોદ બજાર, અંતેલા, સાગટાળા, બામરોલી, મોટીઝરી, અસાયડી, સાલિયા, તોયણી, ડાંગરીયા, કાળીડુંગરી, ભુવાલ સહિત અન્ય કેટલીક ગ્રામ પંચાયતમાં પણ કોઈપણ જાતના વ્યવસાય વેરાની નોંધણી વગર વેપારીઓ વેપાર કરી આવક મેળવી રહ્યા છે. ધણી જગ્યાએ તો વેપારીઓ હોલસેલ વેપાર પણ કરતા હોય છે. દે.બારીઆ શહેર અને પીપલોદ બજારમમાં ધણા વેપારીઓએ તો એકવાર વ્યવસાય વેરાની નોંધણી કરી બીજા બાકીના વર્ષમાં તો વ્યવસાય વેરો ભરવાનુ નામ પણ લેતા નથી. ખાસ કરીને ચા-નાસ્તાની અને પાન મસાલાની દુકાનોમાં વેપારીઓને વ્યવસાય વેરા નોંધણીની કોઈ અસર દેખાતી નથી.