દે.બારીયામાં વન્ય પ્રાણી રીંછના હુમલામાં આધેડ મહિલાનું મોત

  • દે.બારિયા તાલુકાના સીંગોર ગામના ખેડા ફળીયાની ઘટના.
  • વહેલી સવારે કુદરતી હાજતે ગયેલી મહિલા પર રીંછનો હુમલો.
  • ખેતરમાં કામ કરતી મહિલાઓએ બૂમાબૂમ કરતા રીંછ જંગલમાં ભાગ્યો.
  • પોલીસે મહિલાના શબ ને પીએમ અર્થે સરકારી દવાખાને મોકલ્યો.
  • વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરાઈ.

દાહોદ,

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સીંગોર ગામે વહેલી સવારે કુદરતી હાજતે જતી 51 વર્ષની આધેડ મહિલા પર એકાએક આવી ગયેલા વન્યપ્રાણી રીછે જીવલેણ હુમલો કરતા વન્ય પ્રાણી રીંછના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલી ઇજાગ્રસ્ત મહિલાનું મોત નીપજ્તા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. માનવ વસાહતમાં વન્ય પ્રાણી રીંછના હુમલાના પગલે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાવા પામ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દે. બારીયા તાલુકાના સિંગોર ગામના ખેડા ફળીયાની રહેવાસી 51 વર્ષીય રયલીબેન રયજીભાઈ બારીયા આજરોજ સવારે 6 વાગ્યાના અરસામાં ઘરની નજીક કાચા રસ્તા પર કુદરતી હાજતે જવા નીકળ્યા હતા. તે સમયે અચાનક આવી ચડેલા વન્ય પ્રાણી રીંછ દ્વારા મહિલા પર હુમલો કરી મહિલાના મોઢાના ભાગે ગંભીર રીતે હુમલો કરતા આસપાસના ખેતરમાં કામ કરી રહેલી મહિલાઓએ જોર જોરથી બૂમરાણ મચાવતા આસપાસના લોકો ભેગા થાય તે પહેલા રીંછ જંગલ તરફ ભાગી ગયો હતો. જોકે, બીજી તરફ વન્ય પ્રાણી રીછના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલી રઇજીબેન બારીયા ફસડાઈને જમીન પર પડી ગઈ હતી. જ્યાં તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરાતા દેવગઢ બારિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી રઈજીબેનની લાશને પીએમ માટે દેવગઢ બારિયા સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી.

બોકસ:વન્ય પ્રાણી રીછના હુમલાના પગલે વન વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા….

વહેલી સવારે સિગોરના ખેડા ફળિયાની 51 વર્ષે મહિલા પર વન્ય પ્રાણી રીછ દ્વારા હુમલો કરતા મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જેની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગના (IFS) આર.એમ.પરમાર, નાયબ વન સંરક્ષક દેવગઢ બારિયા, (IFS) પ્રશાંત તોમર, મદદનીશ વન સરક્ષક દેવગઢ બારીયા પરીક્ષત્ર વન અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાયદેસરની તપાસ હાથ ધરી પંચ કેસ કરવામાં આવ્યું હતું. તેમજ મને પ્રાણીના હુમલામાં મરણ પામેલ વ્યક્તિને સરકાર તરફે પાંચ લાખનું વળતરની જોગવાઈઓ સરકાર દ્વારા કરવામાં આવી છે. જેના અંતર્ગત વળતર માટેની કાર્યવાહી વન વિભાગની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. સાથે સાથે વન વિભાગની ટીમે આસપાસના સ્થાનિકોને અપીલ કરી હતી કે, આસપાસના વિસ્તારમાં વન્યપ્રાણી રીંછની અવર-જવર જોવાઈ તો તાત્કાલિક વન વિભાગની ટીમને જાણ કરવી તેમજ સાંજના સમયે અંધારામાં જંગલ તરફ જવાનું ટાળવું, સાથે સાથે ચારથી પાંચ લોકોના સમૂહમાં ટોર્ચ રાખી મોટા અવાજે વાતો કરતા જેવું તેમજ આસપાસ સતત આપણું બળતું રહે તેવી યોગ્ય અજવાળું રાખવું સાહિત્ય તકેદારી રાખવા સ્થાનિકોને અપીલ કરવામાં આવી હતી.