દે.બારીઆ, દે.બારીઆ નગરમાંથી પસાર થતો સ્ટેટ હાઈવે છેલ્લ કેટલાક વર્ષોથી ખખડધજ છે. તંત્રને અનેકવાર રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા નગરજનો સહિત વાહનચાલકોને અનેક સમસ્યાનો ઉકેલ નહિ લવાતા આવતા-જતા વાહનચાલકોમાં ભારે રોષ ફેલાયો છે.
દે.બારીઆ નગરમાંથી પસાર થતો સ્ટેટ હાઈવે રસ્તો પીપલોદ રોડ જુના જકાતનાકાથી લઈ ભે દરવાજા સુધીનો રસ્તો ખખડધજ બનવા પામ્યો છે. આ સ્ટેટ હાઈવે સાત વર્ષ પહેલા તંત્ર દ્વારા ડામર રસ્તો ખોદીને આરસીસી રસ્તો બનાવ્યો હતો. જે નવીન રસ્તો બન્યો અને થોડાક જ સમયમાં આ રસ્તા ઉપરથી રસ્તાની કેપેસિટી કરતા વધુ ભારદાર વાહનોની અવર જવરના કારણે આ રસ્તો તુટી જતાં મોટા ખાડા પડી ગયા છે. હાલમાં રસ્તા ઉપર અનેક વાહનોની અવર જવર વધતા તેમજ ભારે વાહનો પણ રાત-દિવસ ધમધમી રહેવાના કારણે હાલ રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે રસ્તા ઉપરથી દ્વિચકી તેમજ ફોર વ્હિલર ચાલકોએ આ રસ્તા ઉપરથી પસાર થવુ મુશ્કેલ બન્યુ છે. આ રસ્તાને લઈ સ્થાનિક તંત્રથી લઈ ઉચ્ચ સ્તરે અનેક રજુઆતો કરવામાં આવી છે. તેમજ આ રસ્તા ઉપરથી અનેક પદાધિકારીઓની અવર જવર હોવા છતાં પણ જાણે તંત્રના પેટનુ પાણી હાલી રહ્યુ ન હોય તેમ દેખાઈ રહ્યુ છે.