દે.બારીયા શહેરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કચરો સંગ્રહ કરવા માટે ક્ધટેનર કયારે મુકવામાં આવશે…???

દે.બારીયા,

દે.બારીયા શહેરના દરેક વિસ્તારો માંથી કચરાનુંં યોગ્ય નિકાલ થાય તેના માટે 5-7 વર્ષના સમય અગાઉ પાલિકાના દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 10 થી 15 જેટલા લોખંડના ક્ધટેનરની વ્યવસ્થા કરી હતી. જે હાલમાં તમામ જાહેર ઉકરડાની જગ્યા ઉપરથી ગાયબ છે. જેથી જાહેર રોડ ઉપર કચરો નાખવામાં આવે છે. જેથી નવા ક્ધટેનર મુકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. હાલમાં ઠલવાતો કચરો ખુલ્લામાં શહેરની સ્વચ્છતા તેમજ લોકોના આરોગ્યને માટે હાનિકારક છે.

મળતી માહિતી પ્રમાણે લગભગ 5 થી 6 વર્ષ અગાઉ જુદા જુદા વિસ્તારોમાંનો કચરો નાખી શકે તે માટે લાખ્ખોના ખર્ચે 10 થી 15 જેટલા લોખંડના ક્ધટેનર મુકવામાં આવ્યા હતા. જે લોખંડના ક્ધટેનર ભંગારની હાલતમાં તુટી ગયા બાદ તે કયાં ગયા કયારે હરાજી કરવામાં આવી કે નથી આવી. તે આમ જનતાને ખબર નથી પરંતુ એટલું ખબર છે કે તુટી ગયેલા ક્ધટેનર હટાવ્યા બાદ નવા ક્ધટેનર મુકયા નથી. દૈનિક શહેરનો કચરો જાહેર ઉકરડા ઉપર ખુલ્લામાંં ફેંકાય છે અને તે કચરાને મોતીપુરા વર્ક કમ્પોઝના ડમ્પીંગ સેશને ખાલી કરાતો હતો. હાલમાં એકપણ જાહેર ઉકરડા ઉપર ક્ધટેનર નથી. કોણ અને કયારે નવા ક્ધટેનર મુકશે તે યક્ષ પ્રશ્ર્ન છે.