દાહોદ, દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ નગરમાં પેટ્રોલ પંપ ખોલવા માટે શખ્સે સોશિયલ મીડીયમાં પોતાના મોબાઈલ નંબર સાથે ડિટેઈલ નાંખતા 04 દિવસમાંજ એચ.પી. કેપનીના નામે ફોન આવશે અને ડિલ નક્કી થઈ હતી. ઠગોએ બનાવટી એચ.પી. કંપનીના જ લોકો અને પાવતી આપી રૂપીયા 52 લાખ ખંખેરી લીધાં હતાં. આખરે શખ્સને છેતરાયાનો અહેસાસ થતાં સાઈબર ક્રાઈમ અને બારીઆ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળે છે.
દેવગઢ બારીઆના ધર્મેશભાઈ ભરતભાઈ કલાલને પોતાની રોડ પરની જમીનમાં પેટ્રોલ પંપ ખોલવો હતો. તેઓએ સોશિયલ મીડીયા પર પેટ્રોલ પંપ ખોલવા માટે સર્ચ કરી અને પેટ્રોલ પંપની ઈચ્છા ધરાવતાં હોય તેવું પોતાનો મોબાઈલ નંબર અને નામની ડીટેઈલ અપલોડ કરી હતી. ત્યાર બાદ 04 જાન્યુઆરીએ ધર્મેશભાઈ પર સામેથી હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીમાંથી બોલુ છું, તેમ કહી ફોન આવ્યો અને બધી ડિટેઈલ માંગી હતી. પેટ્રોલ પંપની મંજુરી આપતાં પુર્વે કંપનીમાંથી સ્થળ તપાસ માટે બે વ્યક્તિએ આવી વિઝીટ કરતાં વિશ્વાસ બેઠો હતો. એટલું જ નહીં પણ આ ભેજાબાજોએ ધર્મેશભાઈને ઝુમ મીટીંગ કરાવી એચ.પી.ના લોગોવાળી ઓફિસ બતાવી હતી. તમારો પેટ્રોલ પંપ મંજુર થઈ ગયો છે, એમ જણાવી રજીસ્ટ્રેશન અને સિક્યુરીટી ડિપોઝીટ કે જેનું 06.05 ટકા વ્યાજ મળશે તેના 52 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધાં હતાં. જે તમામની પાવતી સહિત હિન્દુસ્તાન પેટ્રોલિયમના લેટરપેડ અને સહી સિક્કા સાથે નકલી લાયસન્સ પણ ઈશ્યુ કરી મોકલ્યું હતું. ત્યાર બાદ 12 ફેબ્રુઆરીથી સામેથી કોઈ મેસેજ નહીં આવતાં તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં કોઈ સંપર્ક નહીં થતાં છેતરપીંડીની શંકા જતાં ધર્મેશભાઈએ પેટ્રોલ પંપ ધરાવતા અન્ય મિત્રને કાગળો બતાવતાં તેમણે નકલી કાગળ હોવાનું જણાવ્યું હતું.
મિત્રે એચ.પી. કંપનીનો નંબર આપતાં વાત કરતાં એચ.પી.ના ઓરીજનલ ડોક્યુમેન્ટ ના હોવાનું કહેતા છેતરપીંડી થયાનું જણાયું હતું. જેથી ધર્મેશભાઈએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી.