દે.બારીયા, દે.બારીયા તાલુકા તેમજ શહેરનો લો એન્ડ ઓર્ડરની પરીસ્થીતીને કાબુ રાખનાર એટલે પોલીસ સબ ઈન્સ્પેકટરને હવાલે હોય છે. છેલ્લા પંદર વીસ દિવસ પહેલા દે.બારીયાના પી.એસ.આઈ. પટેલ હતા. તેઓની બઢતી સાથે બદલી અમદાવાદ મુકામે થતાં દે.બારીયા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.ની જગ્યા ખાલી પડી હતી. જેથી નવા પી.એસ.આઈ. તરીકે દેસાઈ આવી રહ્યાની વિગતો મળી રહી છે. પી.એસ.આઈ. દેસાઈ તા.15/06/2023 ગુરુવાર રાત્રે આઠ કલાકે દે.બારીયા પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા. તેઓ હાજર થવા આવ્યા છે કે, પછી હાજર થઈને હેડ કવાર્ટર છોડશે નહિ તેની વધુ વિગતો જાણવા મળેલ નથી પણ દે.બારીયા પોલીસ સ્ટેશનની મુખ્ય પી.એસ.આઈ.ની જગ્યા જે ખાલી હતી. તે જગ્યા માટે દેસાઈને નિમણૂંક લેટર મળી ચુકયો હશે તેવું ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યું છે.