દાહોદ, દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ નગરમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાં પ્રવેશ કરી મકાનમાંથી લાખ્ખો રૂપીયાની ચોરી કરી હોવાનું જાણવા મળે છે. તસ્કરોના આતંકને પગલે દેવગઢ બારીઆ નગરમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે.
દેવગઢ બારીઆ નગરમાં લાલ બંગલા વિસ્તાર ખાતે રહેતાં એક શિક્ષકના બંધ મકાનમાં તસ્કરોએ ગતરોજ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ બંધ મકાનના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. મકાનમાંથી તસ્કરોએ સોના, ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપીયાની ચોરી કરી ફરાર થઈ ગયાં હતાં. તસ્કરાએ અંદાજે લાખ્ખોની ચોરી કરી હતી. ત્યારે ઘટનાની જાણ મકાન માલિકને થતાં મકાન માલિક સહિત પરિવારજનો ઘરે દોડી આવ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસ તેમજ એલ.સી.બી. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ડોગ સ્કોવર્ડ તેમજ એફએસલની મદદ લઈ તસ્કરોને ઝડપી પાડવાના ચક્રોગતિ કર્યા છે ત્યારે ચોરીની ઘટનાને પગલે દેવગઢ બારીઆ નગરમાં ફફડાટ ફેલાઈ જવા પામી છે.