દે.બારીયામાં 44 વર્ષીય વ્યકિતએ અગમ્યકારણોસર ધરમાં ગળે ફાંસો ખાઈ આપધાત કર્યો

દાહોદ, દાહોદ જીલ્લાના દેવગઢ બારીયા નગરમાં એક 44 વર્ષિય વ્યક્તિએ અગમ્યકારણોસર પોતાના મકાનમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.

દેવગઢ બારીયા નગરમાં લાલાભાઈ પાર્ક-2માં રહેતાં 44 વર્ષિય નરેશકુમાર ત્રીકમદાસ ઠક્કરે પોતાના મકાનમાં બેડરૂમમાં લગાડેલ ગ્રીલ (સળીયા) ઉપર કોઈ અગમ્યકારણોસર ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ પરિવારજનોને થતાં આ અંગે સ્થાનીક પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતક નરેશકુમારના મૃતદેહને નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં. ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.

આ સંબંધે દેવગઢ બારીઆ નગરમાં લાલાભાઈ પાર્ક-2માં રહેતાં ખુમચંદ રૂપચંદ ભમવાણીએ દેવગઢ બારીયા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.