- ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ દાહોદ પોલીસ ટીમની પ્રશંસા સાથે સંડોવાયેલા તમામને જેલ ભેગા કરાશેના આદેશો !
- નકલી કચેરીના નામે પ્રજાજનોના હાકકોને ચરી જનાર અમુક ટોળકીના સભ્યો કોણ ? ગણગણાટો શરૂ !
દાહોદ,દેવગઢ બારીઆ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે દાહોદ સમેત 14 જીલ્લાઓના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનોના લોકાર્પણના સભા મંચ ઉપરથી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નકલી સરકારી કચેરીઓના નામે અમુક ટોળકીઓએ તમારા સૌના હાકકોને છીનવવાનો પ્રયાસ કર્યો છે. આ તમામ લોકોને પકડવામાં દાહોદ જીલ્લાની પોલીસ ટીમને સફળતા મળી છે. અને પોલીસ તંત્રની ટીમ જે પ્રમાણે કામ કરી રહી છે, એમાં તમારા હકકનો એક એક રૂપિયા આ લોકો એ છીણવ્યો છે. આ સરકારી તિજોરીમાં જમા કરવામાં આવશે ના નકલી સરકારી કચેરીઓના બહાર આવેલા કરોડો રૂપિયાના મહાકૌભાડ સામે ચાલી રહેલ તપાસો સંદર્ભમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ દાહોદ જીલ્લા પોલીસ ટીમની જાહેર મંચ ઉપરથી પ્રશંસાઓ કરીને નકલી સરકારી કચેરીઓના કરોડો રૂપિયાના મહાકૌભાંડમાં સામે કોઈપણ ચમરબંધી ને છોડવામાં આવશે નહીં નો જાહેર મંચ ઉપરથી મક્કમતાપૂર્વક જણાવ્યું હતું.
દાહોદ પ્રાયોજના વહીવટદાર કચેરી દ્વારા છેલ્લા પાંચ વર્ષોથી નકલી કાર્યપાલક ઇજનેર સંદીપ રાજપૂતની 6 બોગસ વિવિધ સિંચાઈ કચેરીઓના 100 વિકાસ (બોગસ )કામોને વહીવટી મંજૂરીઓ આપીને સરકારી ગ્રાન્ટ ના 18.59 કરોડ રૂપિયાની ગ્રાન્ટના નાણાં આપવાના બહાર આવેલા ચોકાવનારા મહાકૌભાંડ સામે દાહોદ જીલ્લાની રાજનીતિ જાણે કે અજાણ હોય એમ સનસન ચુપ હતી અને નકલી સરકારી કચોરીઓ ના બહાર આવેલા પ્રકરણમાં એક હરફ સુધ્ધા ઉચ્ચારવા તૈયાર ન હતા. પરંતુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દેવગઢ બારીઆ ખાતેના જાહેર મંચ ઉપરથી પ્રજાજોગ કરેલા સંબોધનના નકલી સરકારી કચેરીઓ શરૂ કરીને પ્રજાજનોના હકકો અને લાભો છીનવી લેવાના અમુક ટોળકી ઓના કારનામાઓ સામે એક એક લોકોને પકડ્યા છે. અને જેટલા લોકોના નામો બહાર આવશે આ તમામને જેલ ભેગા કરીને પ્રજાજનોને ન્યાય જરૂરથી અપાવશે અને ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ તમારો લાભ છીનવવાની કોશિશ કરશે નહીં એ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવાશેની પ્રજાજોગ આપેલ આ હૈયા ધારણાઓમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નકલી સરકારી કચેરીઓ ના બહાર આવેલા મહાકૌભાંડની તપાસોમાં દાહોદ પોલીસ તુમ આગે બઢો જેવો સૂચક ઈશારો કર્યા હતો.
સરકારી ગ્રાન્ટના નાણાં સગેવગે કરવાના કૌભાંડમાં હવે એક કર્મચારી સમેત શકમંદ ચહેરા આરોપી બને એવી સંભાવનાઓ.
દાહોદ પ્રાયોજના વહીવટદાર કચેરીના અસલી વહીવટમાંથી બહાર આવેલા 6 નકલી સરકારી કચેરીઓના કરોડો રૂપિયાના મહાકૌભાંડને પ્રોત્સાહિત આશીર્વાદ આપનારા અને સરકારી ગ્રાન્ટના નાણાં સગેવગે કરવાના સહભાગી કૌભાંડકારીઓ સામે દાહોદ પોલીસ તંત્રની ચાલી રહેલ હાઈ પ્રોફાઈલ જેવી તપાસો હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કૌભાંડમાં સંડોવાયેલા તમામ લોકોને જેલ ભેગા કરવામાં આવશે ના ઉચ્ચારણોથી દાહોદ પોલીસ તંત્રના જુસ્સામાં વધારો થવા પામ્યો છે. અને બે N.G.O. ના સંચાલક નરોત્તમ પરમારને જેલભેગો કર્યો બાદ સરકારી ગ્રાન્ટના નાણાંની હેરાફેરીના વ્યવહારોમાં એક અસલી કર્મચારી સમેત ત્રણ શંકમદ ચહેરાઓની સંડોવણીઓની જે પ્રમાણે પૂછપરછો ચાલી રહી છે, એ આવનારા દિવસોમાં હવે પછીના આરોપી બનશે.