
દાહોદ દાહોદ જીલ્લાના દેવગઢબારીયા તાલુકા મથક ખાતે સ્વ જયદીપસિંહજી રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે થનાર જીલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વનું રિહર્સલ જીલ્લા કલેકટર યોગેશ નિરગુડેની ઉપસ્થિતિમાં યોજાયું હતું. આ વેળાએ જીલ્લા કલેકટર યોગેશ નિરગુડે એ તિરંગો લહેરાવીને ખુલ્લી જીપમાં પોલીસ પરેડનું અભિવાદન ઝીલ્યું હતું.

આ સમયે વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો પર નૃત્ય પ્રદર્શિત કરીને દેશભક્તિના રસથી તરબોળ કરીને ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલા, નિવાસી અધિક કલેકટર જે.એમ.રાવલ, પ્રાંત અધિકારી જ્યોતિબા ગોહિલ, જીલ્લા પુરવઠા અધિકારી મિતેશ વસાવા, જીલ્લા શિક્ષણ અધિકારી સુરેન્દ્ર દામા, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટીલાવત, નાયબ પોલીસ અધિક્ષક રાઠોડ, નાયબ પોલીસ અધિક્ષક મુકેશ વ્યાસ, દેવગઢબારીયા મામલતદાર સમીરભાઈ પટેલ સહિત જીલ્લાના અમલીકરણ અધિકારીઓ સહિત શાળાના શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.