દે.બારીયા કાપડી વિસ્તારમાં આવેલ સસ્તા અનાજના દુકાનદાર અનાજ ન આપવામાંં આવતુંં હોવાની મામલતદારને રજુઆત

દે.બારીયા,

દેવગઢ બારીયા શહેરના કાપડી વિસ્તારમાં આવેલ નસીબ મહિલા મંડળ સરકારી વ્યાજબી ભાવની દુકાનદાર દ્વારા અનાજ પૂરૂં આપવામાં આવતું નથી. જેવા અનેક સવાલોને લઈ દેવગઢ બારીયા મામલતદારને લેખીત રજુઆત કરવામાં આવી.

દેવગઢ બારીયા શહેરમાં આવેલ કાપડી પીઠા વિસ્તારમાં આવેલ નસીબ મહિલા મંડળ સરકારી વ્યાજબી ભાવની દુકાન આવેલ છે. જે દુકાનદાર દ્વારા રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજ પૂરૂં આપવામાં આવતું નથી અને મહિનાની છેલ્લી તારીખમાં એટલે કે 5 થી 7 દિવસ બાકી હોય ત્યારે અનાજનો જથ્થો લાવી. અંગુઠા મુકવા બોલાવતા હોય છે. જેમાં વધારે રેશન કાર્ડ ધારકો હોવાથી લોકોની લાઈનો લાગતી હોય છે. જે ગરીબ લોકોને બેસવાની કોઈ વ્યવસ્થા નથી. ગરમી, વરસાદ, ઠંડી હોય તો પણ ચાર થી પાંચ કલાકો સુધી લોકોને હેરાન કરવામાં આવતા હોય અને વજન કાંટો કોમ્પ્યુટર રાખવામાં આવે છે. જેના કારણે ગરીબ અને અભણ હોય જેથી અનાજ ઓછું આપવામાં આવતું હોય છે. જે અનાજ ઘરે અથવા કોઈ દુકાને વજન કરીએ છીએ ત્યારે ઓછું હોય જેથી દુકાનદારને કહેવા જતાં માનતા પણ નથી. આ તમામ બાબતોને લઈ અગાઉ પણ દેવગઢ બારીયા મામલતદારને લેખીત રજુઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે દુકાનદાર દ્વારા કાર્ડ ધારકોને વધુ હેરાન પરેશાન કરવામાં આવતા હોય છે અને લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહી નંબર આવવાના સમયે કહેતા હોય કે નેટ નથી. પકડતું સર્વર ડાઉન છે, મોડા અથવા કાલે આવજો તેમ કહી કાઢી મુકવામાં આવતા હોય છે અને પછી કહે કે મહિનો બદલાઈ ગયો હવે અનાજ ના મળે તો શું આ ગરીબોનું અનાજ સગેવગે કરવામાં આવે છે. તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે.