દે.બારીઆના જંગલમાં ત્રણ બકરા લઈ બે યુવકો ફરાર

દે.બારીઆના ધાટી ફળિયામાં રહેતા રમેશભાઈ અભેસિંહ નાયકની નાની પુત્રી પારૂલ દે.બારીઆના બાપજીના મંદિર પાસે જંગલમાં બકરા ચરાવવા માટે ગઈ હતી. તે દરમિયાન બાઈક ઉપર આવેલા બે વ્યકિતઓ જંગલમાં ચરતા બકરાઓ પૈકી એક બકરો અને બે બકરીની ઉઠાંતરી કરી ગઈ હતી. ત્યારે અનીલ તેની બહેન પારૂલ પાસે જતાં એક બકરા અને બે બકરીઓ જોવા ન મળતા અનીલે પિતાને જાણ કરી હતી. રમેશભાઈ તાત્કાલિક મંદિર પાસે ગયા હતા અને બકરાઓની શોધખોળ આદરી હતી. પરંતુ મળી આવ્યા ન હતા. તેમના ફળિયામાં રહેતો સુનીલ બારીયા બકરા ચરાવતો હોય તેને પુછતા બે વ્યકિત બાઈક ઉપર ત્રણેક બકરા લઈને તેનપુર ગામ તરફ જતા જોયા હતા તેમ જણાવ્યુ હતુ. જેના આધારે બે અજાણ્યા બાઈક સવાર યુવકો સામે ફરિયાદ નોંધાવી હતી.