દે.બારીઆ,દે.બારીઆ તાલુકાના ડાંગરીયા ગામે કાર ચાલકની ગફલતના કારણે કાર ઝાડ સાથે ભટકાઈ જતા દોઢ વર્ષની બાળકી સહિત મહિલાનુ મોત નીપજયું હતુ. અકસ્માતમાં મરણ જનાર મહિલા મીઠીબોર ખાતે પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. અને તેઓ પોતાની એસેન્ટ ગાડી લઈને પોતાના પરિવાર સાથે પોતાના વતન ફતેપુરા જતા ડાંગરીયા ગામે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રમીલાબાબુ ચરપોટ તથા દોઢ વર્ષિય નાની બાળકી દિપીકા ધર્મેશ રાઠવાને દવાખાને સારવાર મળે તે પહેલા મોત નીપજયું હતુ. જયારે રાહદારીઓએ અકસ્માતમાં ધવાયેલા દર્દીઓને ગાડીમાંથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક દે.બારીઆની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં બાળકી પિતા ચાલક ડ્રાઈવર સહિત બાળકીની માતાનો સમાવેશ થાય છે. બાળકીની માતાની હાલત વધારે ગંભીર હોય વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જયદિપ બચરપોટે અકસ્માત અંગે કાયદેસરની ફરિયાદ દાખલ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.