દે.બારીયા, દે.બારીયા શહેરમાં શિયાળો બેસે તો ભે દરવાજા રોડ અને ભે દરવાજા બહાર દુકાનો અને કેબીનોના તાળા તુટે છે. હાલમાં પણ આ સીલસીલો યથાવત છે. ભે દરવાજા બહાર એક બેટરી ચાર્જરની કેબીનના ગયા સપ્લાય રાત્રીમાં તાળા તૂટીયા છે. પોલીસને પડકારે છે. અમારી ગતિવિધીઓ જારી છે. એક માસના ગાળામાંં આ બીજી કેબીનના તાળા તોડીને 10 થી 12 બેટરીઓ તસ્કરો ચોરી લઈ ગયા છે. ગોલ્લાવ ચેકપોસ્ટ ઉપર શુંં ? પોલીસ હાજર હતા કે નહિ તે સવાલ ઉપસ્થિત થયો છે. આ ચેકપોસ્ટ ખાલી રાત્રીમાં ગાડીઓ રોકીને નાણાં પડાવવાનું કાર્ય થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હાઈવે રોડ ઉપરતી રાત્રીમાં પણ અવરજવર ટ્રકોની રહે છે. તો પણ તસ્કરો કેબીનના તાળા તોડીને બેટરી ચોરીનો અંજામ આપ્યો છે. જે અંગેની લેખિતમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. સવારે અકે પોલીસ કર્મી ધટના સ્થળે જાયજો લેવા માટે આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરાશે કે નહિ તે તો આવનારો સમય બતાવશે અત્રે ઉલ્લેખનિય છે. આ ધટનાના એક માસ અગાઉ એક વેલ્ડીંંગના કારખાનામાં મુકેલા લોખંડના દરવાજાની પણ તસ્કરો ચોરી કરી ગયા હતા તો પણ દે.બારીયા પોલીસ ઉંધતી રહી અને બીજી કેબીન તોડી 10-12 બેટરીઓની ચોરી થઈ છે. આ ધટના અગાઉ થઈ છે તો પણ પોલીસ પેટ્રોલીંગ ચુસ્ત કરાયો નથી ? જાણે તસ્કરો દે.બારીયાની બાહોશ પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. જેથી નાઈટના પોઈન્ટો ઉપર જી.આર.ડી.ના કર્મીઓ મુકવામાં આવે અને ભે દરવાજા વિસ્તારના ઉપર પણ એક જી.આર.ડી.કર્મીઓનું પોઈન્ટ મુકવામાં આવે તેમજ સાથે સાથે પોલીસવાનનુંં પેટ્રોલીંગમાં રાત્રીમાં વધારો કરવામાં આવે તેવી શહેરીજનોની માંગ ઉઠવા પામી છે.