દે.બારીયા,દે.બારીયા નગર પાલિકાના પાણીની મુખ્ય લાઈનના વાલ્વની કુંડી ખુલ્લી છે. ભે દરવાજાના ત્રણ રસ્તેની રોડની બીલકુલ પાસે હોવાથી કોઈ બાઈક સવાર અથવા વાહન ખાબકશે તો મોટી જાનહાનિ થવાની ભીંતિ સેવાઈ રહી છે. તો આ દુર્ધટના માટે જવાબદાર પાલિકા તંત્ર ગણાશે.
દે.બારીયા ભે દરવાજા વિસ્તારમાં કાળા નાળા પાસે મુખ્ય માર્ગ પાવાગઢ જવા માટે પગપાળા યાત્રાળુઓ પણ આ રસ્તેથી જાય છે. તો આ મુખ્ય પાણીની પાઈપના વાલ્વની કુંંડી ખુલ્લી હોવાથી તેમાં શ્રધ્ધાળુ અથવા બાઈક ચાલક આ મસમોટી કુંંડીમાં ખાબકશે તો મોટી દુર્ધટના થશે. ત્યારબાદ તંત્ર જાગશે તે કોઈ જ કામ નહિ અત્રે દુર્ધટના ધટે તે પહેલા 5ડ્ઢ6 ફૂટના ક્ષેત્રફળનું કુંંડીને યુધ્ધના ધોરણે આર.સી.સી.ના ઢાંકણા બનાવીને ઢાંકવામાં આવે તેવી આમ જનતામાં તથા વાહન ચાલકોની બુલંંદ માંગ ઉઠવા પામી છે.