દાહોદ,દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસેથી પોલીસે એક બોલેરો પીકઅપ ગાડીમાંથી રૂા.5,11,680ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.8,15,680ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
ગત તા.23મી માર્ચના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે દેવગઢ બારીઆના ભથવાડા ટોલનાકા પાસે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક બોલેરો પીકઅપ ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ગાડી નજીક આવતાંની સાથે ગાડીના ચાલક જીતેન્દ્ર નનીલીયા તોમર (રહે. મધ્યપ્રદેશ)ની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળતાં પોલીસે બોલેરો પીકઅપ ગાડીની તલાસી લેતાં તેમાંથી પોલીસે વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.4584 કિંમત રૂા.5,11,680ના પ્રોહી જથ્થા સાથે બોલેરો પીકઅપ ગાડીની કિંમત મળી કુલ રૂા.8,15,680નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત ઝડપાયેલ ગાડીના ચાલકની પોલીસે પુછપરછ કરતાં આ વિદેશી દારૂની હેરાફેરીમાં મહેતાબસીગ ડુગરસીગ પટેલ (રહે. મધ્યપ્રદેશ) નો પણ સામેલ હોવાનું પોલીસને જણાવતાં આ સંબંધે પીપલોદ પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.