દાહોદ,
પીપલોદ પોલીસે પોતાને મળેલ પ્રોહી અંગેની બાતમીના આધારે ભથવાડા ટોલનાકા પર ગોઠવેલ વોચ દરમ્યાન 74 હજાર ઉપરાંતના વિદેશી દારૂ-બીયરના જથ્થા સાથે સ્વીફટ ડીઝાયર ગાડી પકડી પાડી રૂપિયા દોઢ લાખની કીંમતની સ્વીફટ ડીઝાયર ગાડી તથા એક મોબાઈલ ફોન મળી રૂા.2,25,148ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની અટક કરી હોવાનું જાણવા મળ્યું છે.
દાહોદ તરફથી જીજે-23 એમ-0830 નંબરની સ્વીફટ ડીઝાયર ગાડીંમાં વિદેશી દારૂ-બીયર ભરી ગોધરા તરફ લઈ જનાર હોવાની પોતાને મળેલ બાતમીના આધારે પીપલોદ પોલીસે ભથવાડા ટોલનાકા પાસે ગતરોડ સાંજના પોણા છ વાગ્યાના સુમારે જરૂરી વોચ ગોઠવી હતી અને ત્યાથી પસાર થતાં નાના-મોટા તમામ વાહનો પર બાજ નજર રાખી રહી હતી. તે દરમ્યાન બાતમીમાં દર્શાવેલ નંબરવાળી સ્વીફટ ડીઝાયર ગાડી નજીક આવતાં જ સાબદી બનેલ પીપલોદ પોલીસે તે સ્વીફટ ડીઝાયર ગાડી રોડી ગાડીની તલાસી લઈ ગાડીમાં સંતાડી રાખેલ વિદેશી દારૂની પ્લાસ્ટીકની તેમજ કાચની બોટલો તેમજ બીયર ટીન મળી કુલ રૂા. 74,148 ની કુલ કિંમતની કુલ નંગ-168 પકડી પાડી ગાડીના ચાલક મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના સેજાવાડા ગામના કરણભાઈ બાબુભાઈ ગણાવાની અટક કરી તેની પાસેથી રૂા. 1000ની કિંમતનો મોબાઈલ ફોન પકડી પાડી સદર હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂા. 1,50,000ની કિંમતની સ્વીફટ ડીઝાયર ગાડી મળી રૂા. 2,25,148 નો મુદ્દામાલ કબજે લઈ પકડાયેલ ચાલક તથા માલભરી આપનાર મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના કબ્રીસેલ ગામના કૈલાશભાઈ સરદારભાઈ ડુડવે વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.