દે.બારીયા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારે સર્મથકોની હાજરી સાથે ઉમેદવારી નોંધાવી

દે.બારીયા,

દાહોદ જીલ્લાના દે.બારીયા વિધાનસભા 134 બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભરત વાખળાએ લગભગ 4 થી 6 હજાર સર્મથકોની ઉ5સ્થિતી સાથે સમડી સર્કલ થી રેલીના સ્વરૂપે બપોરે 1.00 કલાકે ઉમેદવારીપત્ર ભરવા માટે કુચ કરી હતી. જેમાં ગોજીયા ગામ તથા જંબુસર સહિત સેવનિયા, સાદરાના સર્મથકો આવ્યા હતા. આ તમામ સર્મથકોનું બપોરનું ભોજન રાખવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે ભાજપની નોંધાઈ હતી. એક દિવસ બાદ એટલે તા.15/10/2022ના મંગળવારે ડી.જે.ના ગાજાવાજા સાથે આમ આદમીના ઘોષીત ઉમેદવાર ભરત વાળખા એ સર્મથકો સાથે એ પણ ગ્રામિણના આપ પાર્ટીના બેનર અને ટોપી ખેસ ધારણ જોવા મળ્યા હતા. અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે, ગઈ કાલના ભાજપના સર્મથકો અને આજના આમ આદમી પાર્ટીના સર્મથકોની એક સરખી સંખ્યા જોવા મળી હતી. જેથી આપ પાર્ટી અને ભાજપ સાથે સીધી ટકકર જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. કોંગે્રસ ત્રીજા સ્થાને ધકેલાઈ જાય તો નવાઈ નહિ. આઈ.બી.ના રીપોર્ટના મુજબ આખા ગુજરાત રાજ્યમાં 95 થી 100 બેઠકો આમ આદમી પાર્ટી લાવી શકે ેછ. તેવા અહેવાલ આપવામાં આવ્યા છે. દાહોદ મુકામે જાહેર સભામાં આપ પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના જાહેર સભાના સંબોધનના છે.

આજે પણ ગઈકાલના મુજબ પોલીસ બંદોબસ્ત જમા સ્થળોએ ખડકી દેવામાં આવ્યો હતો. જ્યારે ગઈકાલની જેમ મામલતદાર ઓફિસ સહિત તમામ સરકારી ઓફિસો સુની હતી. લાભાર્થીઓ પણ જોવાતા ન હતા. ગઈકાલના મામલતદાર ઓફિસને લગતા ઓબીસી જેવા પ્રમાણપત્રો આજે એક દિવસ બાદ મળતા લાભાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો. હવે તો ખાસ કરીને ઓફિસોમાં આચારસંહિતાની તલવાર લાભાર્થીઓ ઉપરબ લટકતી રહેશે તેવું લાભાર્થીઓમાં ગણગણાટ જોવા મળેલ છે. જેથી ગરીબ, અશ્કત લાભાર્થીઓના કાર્યો થાય તેવા સરકારી કર્મચારીઓ પાસે આશા વ્યકત કરી છે અને ઉચ્ચપદના અધિકારીઓ આ બાબતે સંગ્યાન લેશે ખરાં ? તે તો આવનારો સમય બતાવશે.