દે.બારીઆ,દે.બારીઆ અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજના હેઠળ ચાલતા કામોમાં વ્યકિત દીઠ કામોમાં સ્થાનિક અરજદારોના કામ મંજુર કરવાની જગ્યાએ એજન્સી તેમજ આગેવાનોના કામોને મળતી મંજુરી જરૂરિયાતમંદ લોકોને સરકારની યોજનાનો લાભ મળી રહેશે કે નહિ તેવા અનેક સવાલો ઉભા થયા છે.
દે.બારીઆ તેમજ ધાનપુર તાલુકામાં મનરેગા યોજના હેઠળ અનેક કામોને મંજુરી આપે છે. જેમાં સરકાર દ્વારા આ યોજના અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવે છે. મનરેગા યોજના હેઠળ જમીન સમતલ, કુવો, કેટલ શેડ જેવા કેટલાક કામો વ્યકિત દીઠ કામો હોય અને તે કામો સ્થાનિક ગ્રામજનોના જરૂરિયાતમંદ કામ હોય છે. જેનાથી તેમના આવનાર જીવનાર માટે એક આધારભુત ગણાતા આ કામોને લઈ કેટલાક સ્થાનિક ગ્રામજનો પોતે કેટલ શેડ કુવા કે પછી જમીન સમતલ માટે જયાં ત્યાં દોડી જમીનની નકલોથી લઈ તમામ પુરાવાઓ એકત્ર કરી પોતાને જરૂરિયાતો જેવા કામ મળી રહે તે માટે અરજીઓ કરતા હોય છે. આવા અરજદારોની ફાઈલોને મંજુરી મળવાની જગ્યાએ કયાં ખોવાઈ જતી હોય છે એમ અરજદારો અનેક ધકકા ખાવા છતાં પણ તેમની કોઈપણ કામગીરીની રજુઆત સ્થાનિક કર્મીઓથી લઈ ઉચ્ચ અધિકારીઓ સુધી કોઈ સાંભળવા તૈયાર નથી. અત્યારે ગામના કેટલાક વચેટીયાઓ તેમજ સરપંચો દ્વારા તેમજ કેટલીક એજન્સી દ્વારા આ મનરેગા યોજનામાં પોતાની ફાઈલો મુકી જેમાં યોજનાઓનો સીધે સીધો લાભ મળતો હોય તેમ તેમની અરજીઓ મંજુર કરી દે છે. આ મનરેગા યોજનાના કામોમાં સ્થાનિક ગ્રામ્ય વિસ્તારના અરજદારો દ્વારા જે અરજી કરે છે તે અરજદારો અને આ યોજના સાથે સંકળાયેલા અધિકારીઓ વચ્ચે કયાંક વહીવટમાં મેળ બેસતો ન હોવાના કારણે કે પછી અન્ય કોઈ કારણોસર અરજદારોને સીધે સીધો લાભ ન મળતો હોય તેમ જોવાઈ રહ્યુ છે. તંત્ર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ મનરેગા યોજનામાં વાપરે છે આ કયા કામોમાં અને કોની એજન્સી કે પછી કયા વચેટીયા દ્વારા કરેલા કામોને ગ્રાન્ટ ફાળવી છે. તે બાબતની જો ઉચ્ચ સ્તરેથી તપાસ થાય તે જરૂરી છે. તંત્ર દ્વારા મનરેગા યોજના હેઠળના કામોને લઈ સ્થાનિક ગ્રામજનો દ્વારા કરાતી અરજીઓ સ્વિકારી જરૂરિયાતમંદ અરજદારોને આ યોજનાનો લાભ મળે તેવી માંગ ઉઠવા પામી છે.