દે.બારીયા શહેરમાં એમ.જી.વી.સી.એલ.ના દ્વારા દિવસમાંં વારંવાર શા કારણે વિજ પ્રવાહ બંધ કરવામાંં આવી રહ્યો છે ?

દે.બારીયા શહેરમાં મેન્ટનન્સ કરવા માટે દર મંગળવારના દિવસે વિજ પ્રવાહ બંધ રાખવામાં આવતાં હોય છે તે ગ્રાહકોને સ્વીકાર્યપણ છે, પરંતુ મંગળવારના બાદ પણ કસ્બા પારેખ શેરી, ગલાલીયા કુવા, જાની ફળીયા જેવા વિસ્તારોમાં છેલ્લા 15 દિવસથી દિવસમાં સવારથી રાત સુધીમાં પાંચ થી સાત વખત વિજપ્રવાહ ખોરવાઈ રહ્યો છે શું ? મંગળવારના દિવસે મેન્ટનન્સનું કાર્ય કરવામાંં આવતું નથી. જેથી આગલા સામાન્ય અને ચાલુ કમાણીના દિવસોમાં વિજ પુરવઠો બંધ રાખવા પાછળ કારણ કયું છે, તે વિજ કંપનીના વહિવટી અધિકારીઓ બતાવશે ખરાંં ?

મળતી માહિતી અનુસાર ઉપરોકત વિસ્તારથી એક અલગ વિસ્તાર જે નગર પાલિકા કોમ્પ્લેકસથી લઈને ભે દરવાજા, દરગાહ સામે અને પાછળના વિસ્તારોમાં પણ દિવસમાં પાંચ-સાત વખત વિજ પ્રવાહ બંધ રાખવામાં આવે છે. આ હાઈવે રોડના વેપારી ભાઈનો જેવાં કે, અનાજ દળવાની ધંટી તથા વોટર પ્લાન્ટ તેમજ લેથ મશીનરી તથા ટાયર પંચર જેવા વેપારીઓને લાઈટ બીલ ભરવા માટે કઈ રીતે નાણાંં એકઠા કરવા તેની મુંઝવણ થઈ પડી છે. જેથી એમ.જી.વી.સી.એલ.ના વહિવટી અધિકારીઓએ દિવસમાં પાંચ થી સાતવાર વિજપ્રવાહ ખોરવાતા અટકાવવાનો તજવીજ કયારે હાથ ધરાશે. તેવું વેપારી વર્ગ અને આમ જનતાનો સવાલ છે. દિવસમાં સાતવાર લાઈટો બંંધ નહિ કરવાની માંગો ઉઠવા પામી છે.