દે.બારીયા શહેર માંંથી પસાર થતો માર્ગ અને મકાન વિભાગનો આર.સી.સી.રોડ બિસ્માર થયો : થીંગળા થાંંગળી કર્યા વગર હવે તો બનાવા રહ્યો

દે.બારીયા,

દે.બારીયા શહેરના લગભગ તમામ વિસ્તારોના નવિન રોડ તૈયાર થઈ ગયા છે. ગેસ પાઈપ લાઈન નાખીયા બાદ પણ અમુક રોડ રીપેર થયા બીજા નવિન બનાવવામાં આવ્યા છે. અમુકમાં સળીયા તદ્દન વાપરવા આવ્યા નથી. અનુમ વી.આઈ.પી. વિસ્તારોમાં સારા મટીરીયલ સાથ ગુણવત્તાના શરતો માપદંડ રાખવાની તકેદારી પણ રાખી છે. તે તો તપાસનો વિષય છે પણ….

દે.બારીયા શહેર માંથી પસાર થતો માર્ગ અને મકાન વિભાગનો રોડને બને 5 થી 7 વર્ષ સમય થયા આવ્યો. તેમ છતાં થીગડા થીગડી ચાલી રહી છે. આ રોડ પાવાગઢના યાત્રાળુઓ માટે શોટ કટનો રોડ સાબિત થાય છે. તેથી 50 કિ.મી.ની આસપાસ કિલોમીટરનો ફાયદા નાકારણે યાત્રાળુઓ આ શોર્ટકટનો વધારે ઉપયોગ કરતા હોય છે. જેથી બિસ્માર થયે તો રોડ કયારે બનાવશે તે યક્ષ પ્રશ્ર્ન છે. સદર રોડ શહેરના પ્રવેશના સ્થળે ખૂબ ખાડા પડી ગયા છે. જ્યારે ટાવર થી રમત ગમત સંકુલના સામે મસમોટા ખાડા પડી ગયા હોવાના કારણે બાઈક સવારોનું બેલેન્સ કાબુમાંં રખાતું નથી. જેથી મોટી દુર્ધટના થાય તેવી ભીંતિ સેવાઈ રહેલી છે. લીમખેડા સ્થિત માર્ગ અને મકાન વિભાગીય કચેરીના હેઠળ આવતો આ નેશનલ હાઈવેને કયારે નવો એપ્રોચ રોડ બનાવાશે. કાર્ય પાલક આ રોડનું નિરક્ષણ કરવા માટે કયારે આવશે અને થીગડા નહી પુરાણ નહી પરંતુ નવિન એપ્રોચ તો બનાવવા માટે સોચ વિચાર કરે તેવી આમ જનતાની માંગ ઉઠવા પામી છે.