દે.બારીઆના મોટીઝરી ગામે સિંચાઈ પાઈપલાઈનમાં હલકી ગુણવત્તાને લઈ પાઈપ તુટી જતા હજારો લીટર પાણી ખેતરોમાં ફરી વળ્યુ

દે.બારીઆ,

દે.બારીઆ તાલુકાના અમુક નકકી કરાયેલા તળાવોમાં પાઈપલાઈન મારફતે પાણી છોડીને ખેેડુતોના ખેતરમાં સિંચાઈ માટે પાણી આપવાની સરકારની નેમ સારી છે. પણ આ કામગીરી કરનાર ખાનગી એજન્સીના મનસ્વી વહીવટના કારણે કામગીરી તટસ્થ રીતે કરવામાં આવતી નથી.

દે.બારીઆ તાલુકાના મોટીઝરી ગામના તળાવમાં ઉદ્વહન સિંચાઈ યોજનાનુ પાણી ખાલી કરવા માટે પાઈપલાઈનનની કામગીરી કરાઈ છે. પણ આ કામગીરીમાં કયાંક કયાંક પાઈપો વચ્ચેના સાંધા પુરવાની કામગીરી રહી જતા અથવા હલકી ગુણવત્તાની પાઈ5 હોવાના કારણે આજે પાણી શરૂ થતાં લાખો લીટર પાણી તળાવ નીચેના ખેતરોમાં વહી ગયુ હતુ. સવારમાં તળાવ પાસેથી પસાર થતાં તળાવની પાળ તુટી ગઈ હશે અને એમાંથી પાણી નીકળી રહ્યુ હોવાનો ભ્રમ થયો હતો પરંતુ પછીથી ખ્યાલ આવ્યો હતો કે, આ પાણી તુટી ગયેલ પાઈપલાઈનમાંથી બહાર આવી રહ્યુ છે. સિંચાઈ યોજનાનુ હજારો લીટર પાણી આજે ખેડુતોના ખેતરમાં બિનજરૂરી વહી ગયુ હતુ. જવાબદાર તંત્ર દ્વારા સિંચાઈ યોજનાની વેઠ ઉતાર પાઈપલાઈનની કામગીરી જવાબદારી પુર્વક તટસ્થ રીતે કરી પછી પાણી તળાવોમાં ખાલી કરાય તેવી ખેડુતોની રાવ છે.