દે.બારીયાના અસાયડી ગામે શાકભાજીની આડમાં લઇ જવાતો 16 લાખ ઉપરાંતનો દારૂ ઝડપ્યો

દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી ગામેથી પસાર થતાં નેશનલ હાઈવે પરથી દાહોદ એલસીબી પોલીસે બે ટેમ્પામાંથી શાકભાજીની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ કિંમત રૂા.16,07,040ના પ્રોહી જથ્થા સાથે બંન્ને વાહનો મળી કુલ રૂા.19,17,040ના મુદ્દામાલ સાથે બંન્ને વાહનોના બે ચાલકોની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

દાહોદ જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા, જુગારની પ્રવૃતિઓને અટકાવવા, નાસતા ફરતાં આરોપીઓને ઝડપી પાડવા તેમજ અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જીલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લાની તમામ પોલીસ કામગીરી રહી છે.

ત્યારે ગત તા.19મી જુલાઈના રોજ દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે દેવગઢ બારીઆના અસાયડી ગામેથી પસાર થતાં ઈન્દૌરથી ગોધરા તરફ જતાં નેશનલ હાઈવે રોડ પર પોલીસે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા, તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ બે ટેમ્પા પસાર થયાં હતાં. પોલીસે બંન્ને ટેમ્પાઓને રોકી બંન્ને ટેમ્પાના ચાલક મનોજ ઉર્ફે કાલુ મનસુખલાલ વર્મા અને શંભુ ઉર્ફે બંટી રમેશભાઈ ચંડાલ (બંન્ને રહે. મધ્યપ્રદેશ) નાઓની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો.

જેથી પોલીસે બંન્ને ટેમ્પાઓની તલાસી લેતાં તેમાંથી શાકભાજીની આડમાં સંતાડી રાખેલ વિદેશી દારૂની પેટીઓ નંગ.248 જેમાં બોટલો નંગ.11904 કિંમત રૂા.16,07,040ના પ્રોહી જથ્થા સાથે બંન્ને ટેમ્પાઓની કિંમત મળી પોલીસે કુલ રૂા.19,17,040નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.