- દાહોદના વ્યક્તિને લોન અપાવવાની લાલચ આપી ૪.૬૭ લાખ ખંખેરનાર વડોદરાના ભેજાબાજને સાઇબર સેલની ટીમે ઝબ્બે કર્યો.
દાહોદ, દાહોદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ સેલની ટીમને મોટી સફળતા મળી છે.રાષ્ટ્રીયકૃત બેન્કના એજેન્ટ તેમજ ઠગ ત્રિપુટીની મીલીભગતથી ચાલતા છેતરપિંડીના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.વ્યક્તિને લોન અપાવવાની લાલચ આપી ઠગાઈ આચરવામાં આવી હતી.આરોપી દ્વારા ૪.૬૭ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી.ત્યારે આ બાબતની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દ્વારા ઠગ ત્રિપુટી તેમજ આઇસીઆઇસીઆઇ અને કોટક મહિન્દ્રા બેંકમાં કામ કરતા લોન એજન્ટ સહીત ચાર લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.અને પોલીસ દ્વારા તેમની ધરપક કરવામાં આવી હતી.
બેંક એજન્ટ તરીકે કામ કરી ચુકેલા તથા ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો અનુભવ ધરાવતા વડોદરાના ઈસમે ઝાલોદના એક ઈસમ પાસેથી ચાર લાખ કરતાની વધુ રકમની ઠગાઇ કરી સાઇબર ક્રાઇમ આચરતા ઈસમને ગણતરીના કલાકોમાં દાહોદ સાઇબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો દાહોદ સહીત આજુબાજુના વિસ્તારોના યેન કેન પ્રકારના જનમાણસના ડેટા મેળવી ફોન કોલ કરી ક્રાઇમ કરનારા ઈસમોમાં એક પ્રકારનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. પોલીસે આ ગુનામાં ઠગાઈ કરનાર મુખ્ય આરોપી તેમજ પીડીત સાથે બેંક કર્મચારી તેમજ મેનેજરનો સ્વાગ રચી પૈસા પડાવનાર બે ઈસમો તેમજ ઉપરોક્ત ભેજાબાજો સુધી ડેટા પહોંચાડનાર બેંકના એજન્ટ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાનો અપતકુમાર પ્રવીણચંદ્ર પટેલ નામક ભેજાબાજ પહેલા બેંકમાં એજન્ટ તરીકે કામ કરતો હોઈ બેંકની ડોક્યુમેન્ટ વેરીફિકેશન પદ્દતિનો જાણકાર હોવાથી તેણે તેના અન્ય બે સાથી ભેજાબાજોની મદદથી કોટક મહિન્દ્રા, તેમજ આઇસીઆઇસીઆઇ બેંકમાં એજન્ટ તરીકે કામ કરતા કર્મચારી પાસે લોન લેવા ઈચ્છુક અથવા લોન લેવા માટે ઈન્કવાયરી કરનાર ૧૦૦ થી વધુ ઈસમોના ડેટા મેળવી બેંક મેનેજરનો સ્વાંગ રચી ફોન દ્વારા જે તે ઈસમોનો સંપર્ક કરી માત્ર ૮ મહિનાના ટૂંકા ગાળામાં એક વ્યક્તિ પાસેથી તેના બે સાથી મિત્રોની મદદથી જુદા-જુદા ટ્રાન્જેકશન મારફતે ૪.૬૭ લાખ રૂપિયા ખંખેરી લીધા હતા.જે બાદ છેતરપિંડીનો ભોગ બનેલા પીડિતે દાહોદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા દાહોદ એસ. પી. ડો. રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનમાં સાઇબર ક્રાઇમ પી. આઈ. દિગ્વિજય પઢીયાર તેમજ તેમની ટીમે ગણતરીના કલાકોમાં વડોદરા મુકામે રહેતા મુખ્ય આરોપીને ઝડપી જેલભેગો કર્યો છે.
ભેજાબાજોએ લોનની જરૂરિયાત તેમજ લોન મેળવવા ઈન્કવાયરી કરનાર જરૂરિયાતમંદને છેતર્યા હોવાની ઘટનાઓ પ્રકાસમાં આવી.વડોદરાના ભેજાબાજ અપત પટેલે આઇસીઆઇસીઆઇ તેમજ કોટક મહિન્દ્રામાં કામ કરતા લોન એજેન્ટ પાસેથી ગુજરાતના ૧૦૦ થી વધુ વ્યક્તિઓના ડેટા મેળવી બેંક મેનેજરનો સ્વાંગ રચી લોન અપાવવાની લાલચ આપી જુદી-જુદી પ્રોસેસિંગ ફી ના બહાને ચાર લાખથી વધુ રકમ પડાવી લીધી હતી.બેંકના કામકાજના જાણકાર અર્પિત સહિતના ત્રણ ભેજાબાજોએ ૮ મહિનાના ટૂંકાગાળામાં ૪૦ વધુ ટ્રાન્જેશકન કરાવી પૈસા ખંખેર્યા.
ભેજાબાજ અર્પિત પટેલ પહેલા બેંકમાં એજન્ટ તરીકે કામ કરતો હોવાથી બેંકના કામકાજથી જાણકાર હોવાથી જાન્યુઆરી માસથી ઓક્ટોબર માસ સુધીમાં ફરિયાદી પાસે ઈ વોલેટમાં જુદી-જુદી પ્રોસેસિંગ ફીના નામે ૪૦ થી વધુ ટ્રાન્જેક્સન કરાવી રૂપિયા ૪.૬૭ લાખથી વધુની રકમ પડાવી લીધી હતી. જેમાં ભેજાબાજોએ એટલી સફળતાપૂર્વક ફરિયાદી પાસેથી પૈસા પડાવ્યા કે પોતે ફરિયાદી છેતરાયો છે. તે અંગે છેલ્લે સુધી ખબર જ નહોતી.સાયબર ક્રાઇમના નિષ્ણાંત ગણાતા દાહોદ જિલ્લાના પોલીસવડા ડૉ રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન અનુસાર સાયબર સેલની ટીમે આરોપીને ઝડપયો અને પૂછપરછ કરી તયારે પોલીસને જણાવતો હતોકે તેની પાસેથી રૂપીયા મેં ઉછીના લીધા છે પરંતુ ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસે કડકાઈ રીતે પૂછપરછ આચરતા પોલીસ સમક્ષ વડોદરાનો ઠગ બાજ ભાંગી પડ્યો હતો અને ભડ ભડ રીતે પોપટની જેમ બોલવા લાગતા સમગ્ર પ્રકરણ પરથી ઠગાઈનો પરદો ઉંચકાયો હતો અને અર્પીત કુમાર પ્રવીણ ચન્દ્ર પટેલે જાન્યુઆરીથી લઈને આજ સુધી કેટલાક લોકોને પોતાની ઠગાઈનો શિકાર બનાવી લાખો રૂપીયા પડાવી લેતા દાહોદ પોલીસે જેલના હવાલે કર્યો છે અને અન્ય ત્રણ આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.