સાયબર ક્રાઈમે ૨.૨૯ કરોડની છેતરપિંડી કરનારી ગેંગનો શખ્સ ઝડપાયો

સાયબર ક્રાઈમ પોલીસે એક વ્યક્તિ સાથે ૨.૨૯ કરોડની ઓનલાઈન છેતરપિંડી કરનારી ગેંગના સાગરીતની ધરપકડ કરી છે. આ બનાવની વિગત મુજબ આરોપીએ ફરિયાદીની કંપનીના બેક્ધ એકાઉન્ટ મારફતે આ છેતરપિંડી કરી હતી. ફરિયાદીની કંપનીના બેક્ધ એકાઉન્ટ સાથે રજીસ્ટર્ડ વોડાફોન મોબાઈલ કંપનીના મોબાઈલ નંબરને આરોપીએ બંધ કરાવી દીધો હતો.

આરોપીએ સીમ કાર્ડ ખોવાઈ ગયું છે કહીને સીમ કાર્ડ બંધ કરાવી દીધું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ત્યારબાદ આરોપીએ બેક્ધ એકાઉન્ટ દ્વારા કુલ ૨૮ અલગ અલગ ટ્રાન્ઝેક્શન કર્યા હતા. આ ૨૮ ટ્રાન્ઝેક્શન દ્વારા આરોપીએ કુલ રૂ. ૨,૨૯,૦૦,૦૦૦ ની છેતકરપિંડી કરી હતી. આ અંગે ફરિયાદીએ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.