જયપુર, જયપુર મુંબઇ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં ૩૧ જુલાઇએ આરપીએફ જવાન ચેતન સિંહે ૪ લોકોની ગોળી મારીને હત્યા કરવાના કેસમાં ગર્વમેન્ટ રેલવે પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ ન્યૂઝ વેબસાઇટ ધ ક્વીન્ટને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, જીઆરપીએ ચેતન સિંહને મુંબઈની બોરીવલી મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ચેતન સિંહ કોઈપણ પ્રકારની માનસિક બીમારીનો સામનો કરી રહ્યા નથી, તેમજ તેની કોઈ સારવાર પણ કરવામાં આવી નથી.
રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી આરપીએફ અધિકારી વિરુદ્ધ આઇપીસીની વધારાની કલમોમાં ૩૬૩ (અપહરણ), ૩૪૧ (ખોટી રીતે અટકાવવા) અને ૩૪૨ (ખોટી રીતે કેદ) નો સમાવેશ થાય છે. ૩૧ જુલાઈએ જયપુર-મુંબઈ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં સવાર ચાર લોકોની ગોળી મારીને હત્યા કર્યાના એક અઠવાડિયા પછી, રેલવે પ્રોટેક્શન ફોર્સના કોન્સ્ટેબલ ચેતન સિંહ પર આઇપીસીની ચાર વધારાની કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. જેમાં ધર્મના આધાર પર દુશ્મનીને પ્રોત્સાહન આપવાનો પણ સમાવેશ થાય છે.
જીઆરપીના એક વરિષ્ઠ અધિકારીએ ધ ક્વીન્ટને કહ્યુ હતું કે, આ ઘટના એક હેટ ક્રાઇમ હતી, મતલબ કે આરોપીમાં ધિક્કારની ભાવના હતી.આમાં આઇપીસીની કલમ ૧૫૩છ (ધર્મ, જાતિ, જન્મ સ્થળ, રહેઠાણના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) સહિત આઇપીસીની વધારાની કલમોનો સમાવેશ થાય છે.
અહેવાલ મુજબ, મુસાફરો દ્વારા શૂટ કરાયેલા ઓછામાં ઓછા ૧૫ વીડિયોને જોડીને આ કલમ ઉમેરવામાં આવી હતી.હતી જેને જીઆરપી દ્વારા સ્થાનિક કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ટ્રેનનો એક કથિત વિડિયો, કથિત રીતે ઘટનાની થોડી મિનિટો પછી શૂટ કરવામાં આવ્યો હતો, તે ઓનલાઇન સામે આવ્યો હતો જેમાં આરપીએફ જવાન ચેતન સિંહ એવું કહી રહ્યો હતો કે, જો તમે ભારતમાં રહેતા માંગતા હો, માત્ર મોદી અને યોગીને જ વોટ આપજો.અહેવાલ મુજબ, આ દરમિયાન, આરોપીના વકીલોએ દલીલ કરી હતી કે તેને એંગ્ઝાઇટીનો એટેક આવ્યો હતો અને ગુસ્સામાં તેણે આવું કર્યું હતું. સિંહના વકીલોએ દાવો કર્યો હતો કે તેમની માનસિક સ્થિતિ એક વર્ષથી વધુ સમયથી સ્થિર નથી અને તેમની સારવાર ચાલી રહી છે.
ચેતનને ગુસ્સાની સમસ્યા હતી અને તે ભૂતકાળમાં પણ નાની નાની દલીલો પર તેને ગુસ્સો આવતો અને તેની કમાન ગુમાવી બેસતો હતો.પરંતુ તેણે ક્યારેય આ સ્તરનું કંઈ કર્યું ન હતું. કોઈએ વિચાર્યું ન હતું કે તે કોઈની હત્યા કરી શકે છે.કોર્ટે આરપીએફ અધિકારી ચેતન સિંહની પોલીસ કસ્ટડી ૧૧ ઓગસ્ટ સુધી લંબાવી છે.