નવી દિલ્હી: કુમાર વિશ્વાસ અને ડૉ. પલ્લવ બાજપેયી વચ્ચે રોડ રેજનો મુદ્દો જોર પકડતો જોવા મળી રહ્યો છે. ગાઝિયાબાદથી અલીગઢ જતી વખતે બનેલી આ ઘટનાની હવે તપાસ શરૂ કરવામાં આવી છે. કુમાર વિશ્વાસ અને તેમના સુરક્ષાકર્મીઓએ બાજપેયી પર તેમને વાહનમાં મારવાનો અને હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. તે જ સમયે, ડૉ.વાજપેયીએ બરાબર વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. જો કે હવે આ મામલે કાર્યવાહી કરતા ઝ્રઇઁહ્લએ કુમાર વિશ્વાસની સુરક્ષા માટે તૈનાત જવાનોને હટાવી દીધા છે.
સૂત્રોને ટાંકીને જણાવાયું હતું કે કુમાર વિશ્વાસની સુરક્ષા જાળવવા માટે સીઆરપીએફ કમાન્ડોની બીજી બેચે તેમના સાથીદારોની બદલી કરી છે. તેમની સુરક્ષા માટે તૈનાત ત્રણ જવાનોને હટાવી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ૮ નવેમ્બરે બનેલી રોડ રેજની ઘટનાની તપાસ બાકી રહી જતાં સૈનિકોને ફરજ પરથી હટાવી દેવામાં આવ્યા છે. આ મામલામાં સીઆરપીએફના ડાયરેક્ટર જનરલ એસએલ થાઓસેને સમીક્ષા બાદ કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપ્યો છે.
આ મામલાની તપાસમાં પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે કે વિશ્વાસના કમાન્ડો સંભવત: સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાઓનું પાલન કરતા ન હતા. કહેવામાં આવી રહ્યું છે કે સીઆરપીએફએ ઘટનાના વીડિયો અને બંને પક્ષોના નિવેદનના આધારે પ્રારંભિક રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટમાંના તારણો ભવિષ્યની કાર્યવાહી માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને કુમાર વિશ્વાસ સાથે પણ શેર કરવામાં આવશે.
કુમાર વિશ્વાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોસ્ટ કર્યું હતું કે તેમના કાફલા પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, પોલીસે કહ્યું હતું કે પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા કુમાર વિશ્વાસના કાફલા પર હુમલો કરવાના આરોપો સાબિત થયા નથી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.