હવાની ગુણવત્તાની સ્થિતિને જોતા કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડે દિલ્હી, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનની સરકારોને કહ્યું કે તેઓ ક્રિસમસ અને નવા વર્ષ દરમિયાન ફટાકડાના વેચાણ અને તેના ઉપયોગ પર સખ્તાઈથી પાલન કરાવે.
બુધવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રદુષણ સ્તર એ હદે વધી ગયું છે કે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાઈન્સે લોકોને સલાહ આપી કે તેઓ બહાર જઈને ફિઝિકલ એક્ટિવિટિથી દુર રહે. આ સાથે જ લોકોને N95 માસ્ક અને P-100 પહેરવાની સલાહ આપવામાં આવી.
દિલ્હીમાં બુધવારની બપોરે હવાની ગુણવત્તા 436 માઈક્રોગ્રામ પ્રતિ ક્યૂબિર મીટર હતી. CPCB પ્રમાણે દિલ્હી સ્થિત 36 પોલ્યૂશન મોનિટરિંગ સ્ટેશનોમાંથી 29એ હવાની ગુણવત્તા ખુબ ખરાબ ગણાવી.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના જહાંદગીરપુરી, પટપડગંજ અને આનંદ વિહાર વિસ્તારમાં સૌથી વધારે દુષિત હવા હતી. મિનિસ્ટ્રી ઓફ અર્થ સાઈંસ અંતર્ગત આવનારી સિસ્ટમ ઓફ એર ક્વોલિટિ એન્ડ વેધર ફોરકાસ્ટિંગે સખ્ત ચેતવણી આપતા દરેક લોકોને કહ્યું કે, આઉટડોર ફિઝિકલ એક્ટિવિટિથી ચેતો અને કફ કે શ્વાસની તકલીફ પર ડોક્ટરોની સલાહ લે.